Breaking News :
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો! જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ

હું રાજ્ય સરકારના સંપર્કમાં, ઘટનાથી દુઃખી : પીએમ મોદી

January 29, 2025

મહાકુંભમાં થયેલી નાસભાગની ઘટનાને લઇને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ શેર કરતા આ ઘટનાને લઇને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે નાસભાગમાં 10થી વધારે લોકોના મોત થયા હોવાના સમાચાર છે. જો કે હાલ સ્થિતિ નિયંત્રિત છે.

પ્રયાગરાજ મહાકુંભમાં બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ફોન પર વાત કરી છે. સીએમ યોગીએ રેલ્વે મંત્રીને પ્રયાગરાજથી શક્ય તેટલી વધુ ટ્રેનો ચલાવવા કહ્યું છે. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા આવેલા લોકો ઝડપથી અને સરળતાથી શહેર છોડી શકે તે માટે વધુ ટ્રેનો દોડાવવી જોઈએ.