Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

અમેરિકાએ વિઝા રદ કર્યા તો ભારતીય વિદ્યાર્થિની જાતે જ ડિપોર્ટ થઈ, હમાસનું કર્યું હતું સમર્થન

March 15, 2025

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ માહિતી આપી હતી કે કોલંબિયા યુનિવર્સિટીના એક ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થિની CBP હોમ એપનો ઉપયોગ કરીને જાતે જ ડિપોર્ટ થઈ ગઈ છે. તેના વિઝા રદ કરવામાં આવ્યા હતા કારણ કે તે હમાસને સમર્થન આપતી હતી. કોલંબિયા યુનિવર્સિટીમાં શહેરી આયોજનનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની રંજની શ્રીનિવાસન F-1 સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે  5 માર્ચ 2025ના રોજ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે રંજન શ્રીનિવાસનના વિઝા રદ કર્યા હતા. ત્યારબાદ તેણે 11મી માર્ચ 2025ના રોજ CBP હોમ એપનો ઉપયોગ કરીને જાતે જ ડિપોર્ટ થઈ ગઈ હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે દેશનિકાલ પર કહ્યું કે, 'અમેેેેેેેેરિકામાં રહેવા અને અભ્યાસ કરવા માટે વિઝા મેળવવો એ એક વિશેષાધિકાર છે અને જો તમે હિંસા અને આતંકવાદની હિમાયત કરી રહ્યા છો, ત્યારે તમે આ વિશેષાધિકારને લાયક નથી અને તમારે આ દેશમાં હવે ન રહેવુંજોઈએ. કોલંબિયા યુનિવર્સિટીના આતંકવાદ સમર્થકોમાંથી એકને જાતે જ ડિપોર્ટ માટે CBP હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરતી જોઈને મને આનંદ થયો.'

જ્યારે બીજી એક ઘટના પણ ચર્ચામાં છે. વેસ્ટ બેન્કની અન્ય એક પેલેસ્ટિનિયન વિદ્યાર્થિની લેકા કોર્ડિયાની નેવાર્કના અધિકારીઓ દ્વારા તેના F-1 સ્ટૂડન્ટ વિઝાની મુદત પૂરી થયા પછી પણ ત્યાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાજરીના અભાવે તેના વિઝા 26મી જાન્યુઆરી, 2022ના રોજ સમાપ્ત થઈ ગયા હતા.