લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઈકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ
March 09, 2026
દિલ્હી લિકર કેસ મામલે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના 23 આરોપીઓને મોટી રાહત આપતા નીચલી અદાલતના નિર્ણયને પડકારતી CBIની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે આ મામલે તમામ 23 પક્ષકારોને નોટિસ પાઠવીને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અહીં સુનાવણી પૂરી નહીં થાય, ત્યાં સુધી નીચલી અદાલતનો ડિસ્ચાર્જ ઓર્ડર અમલી ગણાશે નહીં.
CBI વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કૌભાંડને દેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ નીતિ ચોક્કસ વેપારીઓને ફાયદો પહોંચાડવા માટે જ બનાવવામાં આવી હતી અને તેમાં હવાલા દ્વારા નાણાંની લેવડદેવડ થઈ હતી. CBIએ પુરાવા તરીકે ઈમેઈલ, વ્હોટ્સએપ ચેટ અને 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા છે. તપાસ એજન્સીનો આરોપ છે કે આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે અંદાજે 170 જેટલા ફોન તોડી નાખ્યા હતા.
Related Articles
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી
રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસ...
Jun 20, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિક...
Jun 19, 2026
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યોને ભાજપની ચીમકી, 'માફીનો સવાલ જ નથી...'
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ...
Jun 19, 2026
Trending NEWS
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
17 June, 2026