પુતિનનો સ્પેસ વોર પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ
April 17, 2026
દિલ્હી ઃ આપણે પરંપરાગત યુદ્ધ, પરમાણુ યુદ્ધ, સાયબર યુદ્ધ સહિતના અનેક પ્રકારના યુદ્ધ સાંભળ્યા હશે, જોકે હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન સેનાના એક મોટા અધિકારીએ રશિયાને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અંતરિક્ષમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફને વ્હાઈટિંગે દાવો કર્યો છે કે, રશિયાએ અંતરિક્ષમાં પરમાણુ હથિયાર લઈ જવા યોજના બનાવી રહ્યું છે. જો તેનો અંતરિક્ષમાં ઉપયોગ કરાશે તો પૃથ્વીની આસપાસ નિચલી કક્ષામાં ફરતા અનેક દેશોના સેટેલાઈટ ખતરામાં પડી જશે. તેના કારણે સંચાર વ્યવસ્થા, GPS, હવામાનની માહિતી આપતા અને સેના માટે ઉપયોગી સેટેલાઈટ બરબાદ થઈ જશે. બ્રિટનના ધ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જનરલે કહ્યું કે, અમેરિકન સરકાર રશિયાની યોજનાથી પરેશાન છે. રશિયા પરમાણુ એન્ટી-સેટેલાઈટ હથિયાર અંતરિક્ષમાં લઈ જવાનું વિચારી રહ્યો છે, જેનાથી લો અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીની સપાટીની સૌથી નજીક અંતરિક્ષમાં કામગીરી કરી રહેલા અનેક દેશોના સેટેલાઈટને નુકસાન થઈ શકે છે.
તેમણે ચેતવણી આપી છે કે, જો રશિયા આવું કરશે તો તેઓ સહન નહીં કરે. રશિયા અંતરિક્ષમાં સૌથી શક્તિશાળી દેશ છે અને તે દુશ્મનના સેટેલાઈટ્સ નષ્ટ કરવા માટે સતત આવા હથિયારો બનાવી રહ્યો છે. રશિયાને લાગે છે કે, તે અમેરિકા અને નાટોની સેના સામે નબળું પડી ગયું છે, તેથી જ રશિયા અમેરિકા-NATOની શક્તિ ઘટાડવા માટે આવું વિચારીને નવી-નવી રીત શોધી રહ્યો છે.
Related Articles
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026