રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના હુમલા, ઓઈલ ટર્મિનલ પર આગ
November 02, 2025
યુક્રેનનો ટાર્ગેટ ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરી
યુક્રેને રવિવારે રાત્રે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં બ્લેક સી પર સ્થિત રશિયન તુઆપ્સે પોર્ટને મોટું નુકસાન થયું છે. આ હુમલો એટલો ભીષણ હતો કે, રશિયન ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરીઓમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાન થયું હતું. રશિયન એર ડિફેન્સ યુનિટે દાવો કર્યો હતો કે, આ હુમલામાં અમે યુક્રેનના 164 ડ્રોન તોડી પાડ્યા હતા. યુક્રેને કરેલા ડ્રોન હુમલામાં રશિયન સેનાને ઓઈલનો પુરવઠો પહોંચાડતી મોસ્કો નજીકની એક મહત્ત્વની પાઈપલાઈનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. રશિયાના એક રીજનલ અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેનના સતત ડ્રોન હુમલાના કારણે બ્લેક સી પર સ્થિત તુઆપ્સે ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું, જેનાથી પોર્ટને ભારે નુકસાન થયું છે. તુઆપ્સેની બહાર સ્થિત સોસ્રોવી ગામમાં ડ્રોનનો કાટમાળ પડતાં એક એપાર્ટમેન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.
ક્રાસ્રોડારના સત્તાધીશોએ જણાવ્યું કે, ડ્રોનને હવામાં જ નષ્ટ કરાયા હતા, પરંતુ તેનો કાટમાળ જમીન પર પડતાં પોર્ટ પરની માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે. તુઆપ્સે ઓઈલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત તુઆપ્સે ઓઈલ રિફાઈનરીને યુક્રેન દ્વારા અવારનવાર ટાર્ગેટ કરાઈ રહી છે કારણ કે, અહીંથી રશિયન સેનાને મહત્ત્વની લોજિસ્ટિક મદદ મળે છે. યુક્રેને ઈલેક્ટ્રિસિટી ગ્રીડ પર હુમલાનો બદલો લેવા રશિયાની ક્રૂડ રિફાઈનરી, ડેપો અને પાઈપલાઈન પર હુમલા વધાર્યા છે. આ હુમલાનો હેતુ રશિયાને ઓઈલ પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનને નુકસાન કરવાનો, રશિયન સેનાનું લોજિસ્ટિક્સ નેટવર્ક ખોરવી નાંખવાનો તેમજ રશિયાનો યુદ્ધ ખર્ચ વધારવાનો છે.
Related Articles
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં ઇમરાન ખાનની PTI સરકાર સસ્પેન્ડ
ખૈબર પખ્તુનખ્વામાં ઇમરજન્સીની ઘોષણા થતાં...
Oct 11, 2026
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થયું, અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયર થ...
Oct 11, 2026
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી...
Oct 09, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026