દશેરાએ દિલ્હીમાં રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ'નું દહન!
October 20, 2026
દિલ્હીમાં દશેરા પર્વે પરંપરાગત રાવણ દહનની સાથે 30 ફૂટ ઊંચા 'કોકરોચ'ના પૂતળાનું પણ દહન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ કટાક્ષ કરતા કહ્યું છે કે, 'ફ્રી પબ્લિસિટી માટે આભાર.' દિલ્હીના પીતમપુરા સ્થિત મેદાનમાં શ્રી કેશવ રામલીલા કમિટી દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદની સાથે આ વિશાળ કોકરોચનું પૂતળું પણ બાળવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કમિટીનું કહેવું છે કે, આ પહેલ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી રહી છે.
શ્રી કેશવ રામલીલા કમિટીના પ્રમુખ અને મોડલ ટાઉનના ભાજપ ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાએ જણાવ્યું હતું કે, કોકરોચનું પૂતળું ગંદકીનું પ્રતીક છે અને આ નિર્ણય પાછળનો હેતુ બદી પર સારપની જીતનો સંદેશ આપવાનો છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, કમિટીએ ભૂતકાળમાં નક્સલવાદ અને આતંકવાદ જેવા મુદ્દાઓ દર્શાવતા પૂતળાં પણ બાળ્યા હતા. આ વર્ષે ઘર, મહોલ્લા અને સમાજમાંથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવાનો સંદેશ આપવા માટે કોકરોચની પસંદગી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ કોઈ રાજકીય હેતુ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરતા તેમણે ઉમેર્યું કે, આ પહેલ 'સ્વચ્છ ભારત' અને 'સ્વચ્છ દિલ્હી' અભિયાનને સમર્થન આપે છે.
આ પૂતળા દહનની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી' નામનું એક વ્યંગાત્મક આંદોલન ચર્ચામાં છે. આ ચળવળની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં 15 Mayના રોજ થયેલી એક સુનાવણી દરમિયાન તત્કાલીન ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ થઈ હતી. કોર્ટમાં બોગસ ડિગ્રીઓ મેળવીને સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનતા કેટલાક લોકોની સરખામણી સિસ્ટમ પર હુમલો કરતા 'કોકરોચ' સાથે કરવામાં આવી હતી.
તે નિવેદન બાદ યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેમાંથી પાછળથી CJP આંદોલન શરૂ થયું. જોકે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મૌખિક ટિપ્પણીઓને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન CJPએ પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ દેખાવો કર્યા હતા અને હાલમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કથિત ગેરરીતિઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલન ચલાવી રહી છે.
Related Articles
CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈકોર્ટનો ઈનકાર: દિલ્હી પોલીસે કહ્યું- ‘...તો કડક એક્શન લઈશું’
CJPના 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાનો હાઈ...
Oct 16, 2026
દિલ્હીમાં CJP ના દેખાવો વચ્ચે સુપ્રીમ કોર્ટના આદેશોની અવમાનના બદલ કેન્દ્ર સરકારે માફી માગી
દિલ્હીમાં CJP ના દેખાવો વચ્ચે સુપ્રીમ કો...
Oct 15, 2026
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પરમિટનો 540 દિવસનો ગ્રેસ પીરિયડ કાયમ માટે નાબૂદ
અમેરિકામાં ભારતીયોને વધુ એક ફટકો: વર્ક પ...
Oct 14, 2026
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક કોડ! એર ઇન્ડિયા ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ ATCને મળ્યો 'Squawk 7500' હાઇજેક...
Oct 14, 2026
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10% અમીરો કરતાં વધુ પૈસાદાર: વર્લ્ડ બૅન્કનો રિપોર્ટ
અમીર દેશોના સૌથી ગરીબ 10% લોકો ભારતના 10...
Oct 12, 2026
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્રમિકોના મોત
સોનાની ખાણ પર હવાઈ હુમલા, સુદાનમાં 72 શ્...
Oct 12, 2026
Trending NEWS
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026