કોંગ્રેસને જોરદાર ઝટકો, ઈન્દોરના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું

April 29, 2024

ઈન્દોર : સુરત લોકસભા બેઠક બાદ મધ્ય પ્રદેશની ઈન્દોર લોકસભા બેઠકથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠકથી પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ માહિતી આપી છે.