કેનેડામાં સૌથી મોટી ચોરી, 500 કિલો સોનું અને ઘણા કેમેરા ગાયબ

May 13, 2024

કેનેડામાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીના કેસમાં પોલીસે ભારતીય મૂળના એક વ્યક્તિને ફ્લાઈટમાં જ દબોચી લીધો છે. પોલીસે 20 મિલિયન ડૉલરથી વધુની કિંમતના શુદ્ધ સોનાના 6600 બિસ્કીટ અને 2.5 મિલિયન સીએડી વિદેશી કરન્સીની ચોરીના કેસમાં આ કાર્યવાહી કરી છે. આ કેસની તપાસમાં ભારતીય મૂળના અર્ચિત ગ્રોવરનું નામ સામે આવ્યું છે. વાસ્તવમાં કરોડો ગ્રોવરની ડૉલરના સોનાની ચોરીની કેસમાં ધરપકડ કરાઈ છે.

ચોરીની તપાસ કરી રહેલી કેનેડા પોલીસે કહ્યું કે, ટોરન્ટો એરપોર્ટ પરથી ભારતથી વેલા અર્ચિત ગ્રોવરની ધરપકડ કરાઈ છે. ગ્રોવર છ મેએ એરપોર્ટ આવ્યો હતો. આ કેસમાં લગભગ એક મહિના પહેલા ભારતીય મૂળના 54 વર્ષિય પરમપાલ સિદ્ધૂ અને 40 વર્ષિય અમિત જલોડાની ઓન્ટારીયોથી તેમજ 43 વર્ષિય અમ્માદ ચૌધરી, 37 વર્ષિય અલી રજા અને 35 વર્ષિય પી.પરમલિંગમની ધરપકડ કરાઈ છે.

બીજીતરફ ગત સપ્તાહે કેનેડાના પિયર્સન એરપોર્ટ પર એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ભારતથી એરપોર્ટ પર આવી રહેલા એક વ્યક્તિને પકડીને લાવી હતી. પોલીસે કહ્યું કે, ગ્રોવર વિરુદ્ધ 5000 ડૉલરથી વધુની ચોરી અને એક અન્ય ગુનામાં ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે. ગ્રોવરને બ્રૈમ્પટનમાં ઓન્ટારિયો કોર્ટ ઑફ જસ્ટિસ સામે હાજર કરાયો છે.

કેનેડા પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2023માં 17મી એપ્રિલે કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ચોરી થઈ હતી. પીલ પોલીસના વડા નિશાન દુરઈઅપ્પાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક કન્ટેનર ટોરન્ટોના પિયરસન એરપોર્ટ પર પહોંચ્યુ હતું, જેમાં 121 કરોડ રૂપિયાના સોનાના બિસ્કીટ સાથે બીજો કિમતી સામાન હતો. આ કન્ટેનરને એરપોર્ટ પરની કન્ટેનર ફેસિલિટીમાં બીજા કન્ટેનરો સાથે શિફટ કરાયું હતું. ત્રણ દિવસ બાદ ખબર પડી હતી કે સોનાથી ભરેલું કન્ટેનર ગાયબ છે. પોલીસના જણાવ્યા મુજબ કન્ટેનગરમાં .9999% શુદ્ધ સોનાના 6600 બિસ્કીટ હતા અને તેનું વજન 500 કિલોગ્રામ હતું. આ સોનાની કિંમત 20 મિલિયન ડૉલર અને સીએડી 2.5 મિલિયનથી વધુ હતી.