કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી,ટ્રમ્પ સાથે ટકરાશે

July 27, 2024

જગત જમાદાર અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આ વાતની જાણકારી આપતા કમલા હેરિસે જણાવ્યું કે, તેઓ પોતાની દાવેદારીના ફોર્મ પર સહી કરી દીધી છે.

હવે સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનું જાહેર કરી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યા પછી જ હેરિસે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો હતો.

બરાક અને મિશેલ ઓબામાએ કમલાને ટેકો આપતા અમેરિકામાં હવે હાઈ પ્રોફાઈલ રાષ્ટ્રપતિ ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં ટ્રમ્પ અને કમલા હેરિસ આખા અમેરિકામાં ચૂંટણી અભિયાન ધમરોળશે ત્યારે વાક્ બાણ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થશે.