PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક શરૂ,અનેક રાજ્યોના CM હાજર

July 27, 2024

દિલ્હીમાં નીતિ આયોગની બેઠક શરૂ થઇ છે. પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઇ રહી છે. મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર છે. ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોની અલગ બેઠક યોજાઇ રહી છે. રાષ્ટ્રપતિ ભવનના સંસ્કૃતિ કેન્દ્રમાં આ બેઠક મળી છે.

નીતિ આયોગની બેઠકમાં કોણ હાજર ?
નીતિ આયોગની બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ઉપસ્થિત છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી અને MSME મંત્રી જીતન રામ માંઝીને નીતિ આયોગમાં વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખાસ આમંત્રિતોમાં પંચાયતી રાજ મંત્રી લલ્લન સિંહ, સામાજિક ન્યાય મંત્રી વીરેન્દ્ર કુમાર, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, આદિજાતિ બાબતોના મંત્રી જુઅલ ઓરામ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અન્નપૂર્ણા દેવી, ખાદ્ય પ્રક્રિયા મંત્રી ચિરાગ પાસવાન અને રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભારી રાવ ઈન્દ્રજીત સિંહનો સમાવેશ થાય છે.