NPSમાં ફાળાની ચુકવણી માટે ચાર્જ તેમજ GST ચૂકવવો પડશે

August 31, 2024

પેન્શન ફંડ અને રેગ્યુલેટરી ઓથોરિટી (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ NPSમાં કોન્ટ્રિબ્યૂશનની ચુકવણી માટે સબસ્ક્રાઈબર્સને નવી સુવિધા આપવામાં આવી છે.ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) નાં પ્લેટફોર્મ પર ચુકવણી કરવા માટેની એપ્લીકેશન જેવી કે ભીમ અને પે ફોન પે નો ઉપયોગ કરીને તેઓ કોન્ટ્રિબ્યૂશન જમા કરાવી શકશે.

જો કે સબસ્ક્રાઈબર્સ દ્વારા આ માટે ચાર્જ ચૂકવવાનો રહેશે. તેમણે નિયમ મુજબ GST પણ ચૂકવવાનો રહેશે. ચાર્જનું પ્રમાણ 0.50 પૈસાથી લઈને રૂ. 4 સુધી હોઈ શકે છે. PFRDA દ્વારા ભારત બિલ ચુકવણી સિસ્ટમથી NPSમાં કોન્ટ્રિબ્યૂશન જમા કરાવવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે.

BBPS દ્વારા સર્વિસિસ તેમજ બિલર્સને જુદાજુદા પ્લોટફોર્મ જેવા કે BHIM, UMANG તેમજ બેન્કોનાં મોબાઈલ એપ્સ દ્વારા અને અગ્રણી UPI એનેબલ્ડ પેમેન્ટ પ્લેટફોર્મ જેવા કે ફોનપે તેમજ ગૂગલ પે દ્વારા કોન્ટ્રિબ્યૂશનની ચુકવણી સરળ બને છે. પૈસાની સરળ ચુકવણી માટે નવી એડિશનલ ચેનલ BBPS શરૂ કરવામાં આવી છે જેનાં દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમનું કોન્ટ્રિબ્યૂશન આસાનીથી ચૂકવી શકાશે. સબસ્ક્રાઈબર્સ હવે BHIM તેમજ PhonePe જેવા એપ્લીકેશન્સનો ઉપયોગ કરીને કોન્ટ્રિબ્યૂશન ચૂકવી શકશે.