કેદારનાથમાં હેલિકોપ્ટર નીચે પડ્યું

August 31, 2024

 કેદારનાથ : કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર નીચે પડ્યું હતું. મળતી માહિતી મુજબ કેદારનાથ ધામમાં એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન કિસ્ટ્રલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું.

ખરેખરમાં, 24 મેના રોજ કિસ્ટ્રલ એવિએશનનું એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. 6 મુસાફરોને લઈને આવેલા હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. હેલિકોપ્ટરે લેન્ડિંગ પહેલા 8 વખત હવામાં ડોલ્યું હતું. ત્યારથી તે હેલિપેડ પર જ હતું. તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. 

હેલિકોપ્ટરમાં 3 મહિના સુધી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ખરેખરમાં 24 મેના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આજે સવારે તેને એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. તેદરમિયાન MI-17 ડિસબેલેન્સ થવા લાગ્યું હતું. જોખમને જોતા પાઈલટે હેલિકોપ્ટરને ખીણમાં જ ડ્રોપ કરી દીધું હતું.

જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરના વજન અને ભારે પવનના કારણે MI-17નું બેલેન્સ ખોરવાયું હતું.જેના કારણે તે થારુ કેમ્પ પાસે પહોંચતા જ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યું હતું. જો આમ ન કરવામાં આવ્યું તો MI-17ને નુકસાન થવાની સંભાવના હતી.

જો કે, હેલિકોપ્ટર કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, SDRFના જવાનોએ ઘટનાસ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી હતી.