ગુજરાત-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

August 31, 2024

દિલ્હી- : દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જોકે આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. 

હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. તેમાં ગુજરાત, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, બંગાળ, નોર્થ ઇસ્ટ, કેરલ સામેલ છે. તો બીજી તરફ ગુજરાતમાં ગત 7 દિવસથી ભારે  વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લા પૂરમાં જળમગ્ન બની ચૂક્યા છે. હવામાન વિભાગે અરબ સાગરમાં ઉદભવેલા અસના ચક્રવાતને લઇને એલર્ટ જાહેર કર્યું છે. હાલ ગુજરાતમાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી શકે છે. કચ્છના ડીએમએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 3500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આજે 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો ઍલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન ઍલર્ટ રહેશે.