હરિયાણામાં પણ ભાજપનું કોકડું ગુંચવાયું! પહેલી યાદી અટવાઈ

August 30, 2024

દિલ્હી - હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 2024ને લઈને ભાજપ ઉમેદવારોની પહેલી યાદીને રોકી દેવાઈ છે. હાલ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવશે નહીં. દિલ્હીમાં ગુરુવારે મોડી સાંજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ અને તેમાં તમામ 90 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામોને લઈને ચર્ચા થઈ. હાલ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક એક વખત ફરીથી થશે. 1 સપ્ટેમ્બર સુધી ભાજપના ઉમેદવારોની પહેલી યાદી આવી શકે છે. આ સિવાય આ વખતે ચૂંટણીમાં ભાજપે કોઈની સાથે ગઠબંધન કર્યું નથી.

ભાજપે આ વખતે ટિકિટ વહેંચણી માટે અમુક ખાસ માપદંડ તૈયાર કર્યા છે. આ વખતે ચૂંટણીમાં પાર્ટી જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ આપશે. આ દરમિયાન ઉમેદવારોની પસંદગી તેમની જીતવાની ક્ષમતા અને લોકપ્રિયતાના આધારે થશે. પાર્ટી આ વખતે નેતાઓના બાળકોને પણ ટિકિટ આપી શકે છે. એન્ટી ઇન્કમ્બન્સીને કાબૂ કરવા માટે ટિકિટ પર કાતર પણ ચલાવવામાં આવશે. 30 ટકા ધારાસભ્યોની ટિકિટ પણ કપાઈ શકે છે. ઘણા મંત્રીઓની પણ આ વખતે ટિકિટ કપાઈ શકે છે. હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહનલાલે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


ઉમેદવારોની પહેલી યાદી 1 સપ્ટેમ્બરે જાહેર થવાની આશા છે. ભાજપે 2019માં રાજ્યની 90 વિધાનસભા બેઠકોમાંથી 40 પર જીત મેળવી હતી. સરકાર બનાવવા માટે ભાજપને દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જેજેપીની સાથે ગઠબંધન કરવુ પડ્યુ હતું. તે બાદ મનોહર લાલ ખટ્ટરને સીએમ અને દુષ્યંત ચૌટાલાને ડે.સીએમ બનાવવામાં આવ્યા હતા. જોકે લોકસભા ચૂંટણી પહેલા આ ગઠબંધન તૂટી ગયુ હતુ.