CBIના નવી દિલ્હી અને ગુરુગ્રામમાં 7 સ્થળોએ દરોડા, 43 સાયબર ઠગની ધરપકડ

July 27, 2024

CBIએ ઓપરેશન ચક્ર-2 હેઠળ 43 સાયબર ઠગની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીઓના કબજામાંથી 130 કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, 65 ફોન, 5 લેપટોપ, મોટી સંખ્યામાં પીડિતોની માહિતી, દસ્તાવેજો, કોલ રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટ મળી આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ ડીએલએફ, ગુરુગ્રામમાં કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગરિકોને છેતરતા હતા.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દિલ્હી અને ગુરુગ્રામમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBIએ ઓપરેશન ચક્ર-2 હેઠળ 43 સાયબર ઠગની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીઓના કબજામાંથી કોમ્પ્યુટરની 130 હાર્ડ ડિસ્ક, 65 ફોન, 5 લેપટોપ, મોટી સંખ્યામાં પીડિતોની માહિતી, દસ્તાવેજો, કોલ રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્ટ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપીઓ ડીએલએફ, ગુરુગ્રામમાં કોલ સેન્ટર ચલાવીને વિદેશી નાગરિકોને છેતરતા હતા. આ માટે આરોપી લોકોના કોમ્પ્યુટર પર પોપ-અપ મોકલીને શંકાસ્પદ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું કહેતો હતો. પછી તેઓ તેમની સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાના નામે પૈસા ટ્રાન્સફર કરતા હતા. ફરિયાદ બાદ સીબીઆઈએ 22 જુલાઈ 2024ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો.