અમેરિકામાં એક ભારતીયને કૅન્સરની નકલી દવા વેચતા 20 વર્ષની સજા

July 27, 2024

અમેરિકામાં બિહારના એક શખ્સને કૅન્સરની નકલી દવાનું વેચાણ કરવા અને તસ્કરી કરવાના આરોપમાં ઝડપી લેવામાં આવ્યો છે. સંજય કુમાર સામે આરોપ છે કે તેને હજારો ડોલરની નકલી ફાર્માસ્યુટિકલ્સ અમેરિકામાં વેચી અને તસ્કરી કરી છે. કોર્ટમાં દાખલ કેસ પ્રમાણે સંજય અને તેના સાગરિતે નકલી દવાઓને અમેરિકામાં વેતી અને શિપ કરી હતી.

ઈમ્યૂનોથેરાપી છે જે અમેરિકામાં 19 પ્રકારના કૅન્સરની સારવાર માટે વપરાય છે. આને બનાવવા અને વિતરણનું કામ અમેરિકાની એક સંસ્થા જ કરે છે. અમેરિકામાં આ એક ખાનગી કંપની સિવાય કોઈની પાસે બનાવવાની અને વેચવાની મંજૂરી નથી. જેથી આરોપી સામે કેસ મજબૂત થઈ ગયો છે.

બિહારના વતની એવા સંજય કુમાર નામનો શખ્સ 26 જૂને અમેરિકાના હ્યુસ્ટનમાં ઝડપાયો હતો. મળતી માહિતી અનુસાર, જે સમયે પોલીસે આ શખ્સને ઝડપ્યો ત્યાતે પોતાના બિઝનેસને વધારવાના હેતુથી ભારતથી અમેરિકા ગયો હતો. સંજય કુમાર સામે કાવતરા રચવા અને ચાર નક્લી દવાઓની તસ્કરી કરવાનો આરોપ લાગ્યો છે.

જો તે દોષિત સાબિત થઈ જશે તો તેને દરેક ગુના માટે 20 વર્ષની સજા થઈ શકે છે. જો 43 વર્ષના સંજય પર આરોપ સિદ્ધ થશે તો તે ભારત 20 વર્ષ બાદ વૃદ્ધ થઈને પરત ફરશે. આ સમગ્ર મામલામાં ભારતના વિદેશ વિભાગથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.