23 વર્ષના પાટીદાર યુવકનું કેનેડામાં મોત: મૃતદેહ વતન મોકલવા મિત્રોએ ચલાવ્યું અભિયાન
July 12, 2024

સુરત- કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના એક યુવકનું 1 જુલાઈના રોજ નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ પછી યુવકના મૃતદેહને ભારતમાં લાવવા માટે તેના વિદ્યાર્થી મિત્રોએ એકજૂથ થઈને આર્થિક સપોર્ટ કર્યો હતો. જેમાં યુવકના મૃતદેહને ભારત પર મોકલવા માટે વિદ્યાર્થીઓએ કેનેડામાં ક્રાઉડ ફન્ડિંગ અને રેલી કાઢીને ફાળો એકત્રિત કર્યો હતો. આમ તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળી યુવકના મૃતદેહને હવાઈમાર્ગે અમદાવાદ મોકલવાની કામગીરી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતના મકના ગામનો રહેવાસી જશ પટેલ કેનેડાના પીટરબરોમાં ફ્લેમિંગ કોલેજેમાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. 1 જુલાઈ કેનેડા ડેના દિવસે જશ તેના મિત્રો સાથે ઓટોનાબી નદી પાસે ચાલી રહેલી ડે સેલીબ્રેશનની પાર્ટીમાં ગયો હતો. આ દરમિયાન નદીમાં કરંટ લાગવાની ઘટના બનતાં જશ નદીના પાણી ડૂબ્યો હતો. ઘટનમાં તેના મિત્રો અન્ય જગ્યાએ દોડી ગયાં હતા. બીજી તરફ, નદીમાં પડી જવાથી જશે મદદ માટે બૂમો પાડતાં બે મિત્રોએ પોલીસને ફોન કરીને તેને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં ઘટનાના બીજા દિવસે નદીમાં સર્ચ કરીને યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
કેનેડામાં નદીમાં પડી જવાથી સુરતના યુવકનું મોત થતાં કેનેડાનું ગુજરાતી સમુદાય એકજૂથ થઈને યુવકના મૃતદેહને ભારત મોકલવા માટે નાણાકીય ભંડોળ એકત્રિત કર્યુ હતું. જેમાં કેને઼ડાના ગુજરાતી સમુદાય અને યુવકના વિદ્યાર્થી સાથી મિત્રોએ ભેગા મળીને યુવકના મૃતદેહને ભારત મોકલવા માટે મદદ કરી હતી. આ ઘટના પછી યુવકના મૃતદેહને ભારતમાં મોકલવા માટે તેના મિત્રો દ્વારા GoFundMe પરથી ક્રાઉડ ફંડ મેળવવાની કામગીરી કરી હતી. જેમાં ગુજરાતી સમુદાય અને સ્થાનિક કેનેડિયન તરફથી સારો એવો સપોર્ટ કરાતાં 10 દિવસમાં 48 હજાર CAD ભેગા થયાં હતા. આ બાદ યુવકના મૃતદેહને હવાઈમાર્ગ દ્વારા સુરત ખાતે મોકલવાની કામગીરી કરવામાં આવી છે.
Related Articles
કાલે કેનેડાના નવા PM માર્ક કાર્નીનો શપથગ્રહણ સમારોહ:કેનેડાના 24મા PM બનશે
કાલે કેનેડાના નવા PM માર્ક કાર્નીનો શપથગ...
Mar 13, 2025
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકાવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુલાંટ!
કેનેડા સામે 50% ટેરિફ ઝીંકવાનો આદેશ અટકા...
Mar 12, 2025
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા તત્પર, અમેરિકા સામે બાંયો ચડાવી
કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા...
Mar 11, 2025
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ્રમ્પને પડકાર, 'અમને છંછેડનારને અમે છોડીશું નહીં...',
કેનેડાના નવા PM બનતાં જ માર્ક કાર્નીનો ટ...
Mar 10, 2025
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅનુભવી માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે
જસ્ટિન ટ્રુડોની વિદાય...રાજકારણમાં બિનઅન...
Mar 10, 2025
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11 લોકો ઈજાગ્રસ્ત, શંકાસ્પદ હુમલાખોર ફરાર
કેનેડાના ટોરોન્ટોમાં ક્લબમાં અંધાધૂંધ ગો...
Mar 08, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025