અમેરિકામાં શટડાઉનનો ખતરો! અનેક સરકારી ઓફિસ બંધ થઈ જશે
December 20, 2024
ન્યુ યોર્ક : અમેરિકા હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. દેશમાં હાલ શટડાઉનનો ખતરો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ટૂંકા ગાળાના ભંડોળની યોજના બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંભવિત ફંડિંગ બિલનો વિરોધ કર્યા પછી ફંડિંગ મેળવવા માટે, યુએસ સંસદમાં 19 ડિસેમ્બરે રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું હતું. જો કે આ બિલ સંસદમાં પાસ ન થયું. જોકે, વિપક્ષી ડેમોક્રેટ્સે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. ડેમોક્રેટ્સ ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોઈ રાજકીય લાભ આપવા માંગતા ન હતા, જેના કારણે તેઓએ આ બિલનો વિરોધ કર્યો હતો.
આ બિલનો વિરોધ માત્ર ડેમોક્રેટ્સે જ નહીં પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ કર્યો હતો. આ બિલને સંસદમાં 174-235ના માર્જિનથી ફગાવી દેવામાં આવ્યું હતું. રિપબ્લિકન પાર્ટીના 38 સાંસદોએ પણ તેની વિરુદ્ધ વોટ કર્યો હતો. અમેરિકાને તેના ખર્ચને પહોંચી વળવા માટે ફંડિંગની જરૂર છે. આ ફંડ ઉધાર લઈને એકત્ર કરવામાં આવે છે, જેના માટે સંસદમાં બિલ પસાર કરવામાં આવે છે. આ વખતે પ્રસ્તાવિત બિલ ટ્રમ્પના સમર્થનથી રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું. આથી હવે યુએસ સરકાર તેના ખર્ચ માટે જરૂરી ભંડોળ મેળવી શકશે નહીં. આ ભંડોળમાંથી જ અમેરિકન સરકાર સરકારી કર્મચારીઓના વેતન અને અન્ય વહીવટી ખર્ચને પહોંચી વળે છે. આથી હવે બિલ પાસ ન થતા સરકારી કામકાજ અટકી જશે અને શટડાઉનની સ્થિતિ સર્જાશે.
Related Articles
પાકિસ્તાનમાં આતંકી હુમલો, આત્મઘાતી વિસ્ફોટમાં 17 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં આતંકી હુમલો, આત્મઘાતી વિસ્ફ...
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હાથે મારામારી, તોડફોડ મચાવી દીધી
તાઈવાનની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટાં હા...
Dec 21, 2024
નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફ...
Dec 21, 2024
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચોકીને બનાવી કર્યો આત્મઘાતી વિસ્ફોટ, 17 સૈનિકોના મોત
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, સુરક્ષા ચ...
Dec 21, 2024
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ 3 બિલ્ડિંગમાં ડ્રોન ઘૂસ્યું, અરાજકતા ફેલાઈ
રશિયાના કઝાનમાં મોટો હુમલો, 9/11 ની જેમ...
Dec 21, 2024
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં ઘૂસી જતાં 2ના મોત, 60થી વધુ ઘાયલ, સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ
જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં કાર ભીડમાં...
Dec 21, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
Dec 21, 2024