'પુષ્પા-2'ને ટક્કર આપવા આવી ગઈ આ ફિલ્મ, પહેલા દિવસે જ ભારતમાં કરી દીધી કમાલ
December 21, 2024
ડિઝની પ્લસ હૉટસ્ટારની ફેમસ ફિલ્મ 'ધ લાયન કિંગ'ની સિક્વલ 'મુફાસાઃ ધ લાયન કિંગ'એ ભારતીય બૉક્સ ઑફિસ પર પહેલાં દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી સાથે ધમાકેદાર શરુઆત કરી છે. આ આંકડો 2019માં 'ધ લાયન કિંગ'ની પહેલાં દિવસની કમાણીના લગભગ 80 ટકા છે. ભારતમાં આ ફિલ્મને લઈને લાંબા સમયથી બઝ બનેલું હતું. જ્યાં ઘણાં દેશોમાં 'મુફાસા'એ પોતાની ગત ફિલ્મની કમાણી જેટલી કમાણી કરી છે. વળી, ભારતમાં પહેલાં દિવસે શાનદાર કલેક્શન કર્યું છે. ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાન અને તેલુગુ વર્ઝનમાં મહેશ બાબુની અવાજથી કહાનીને શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. સેક્નિલ્ક અનુસાર, 'મુફાસા' એ પહેલાં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં લગભગ 10 કરોડની કમાણી કરી. વળી, પહેલાં દિવસની કમાણી જોતાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, 'મુફાસા' અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ને જોરદાર ટક્કર આપી શકે છે. પહેલાં દિવસનું કલેક્શન જોઈ આશા લગાવી શકાય છે કે, ફિલ્મ 'મુફાસા'ની કમાણીમાં શનિવાર અને રવિવારે વધારો થઈ શકે છે. વળી, શાહરૂખ ખાન સિવાય હિન્દી વર્ઝનમાં સંજય મિશ્રા, શ્રેયસ તળપદે જેવા દિગ્ગજ કલાકારોએ પણ પોતાનો અવાજ પુંબા અને ટિમોન જેવા પાત્રને આપ્યોછે. આ જ કારણે હિન્દીમાં ફિલ્મને ભારતમાં સારી કમાણી થઈ રહી છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026