Breaking News :
અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું

'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ

October 12, 2026

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પોતાના જ સંસદીય ક્ષેત્ર વિદિશાના કોસમી ગામમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ કાર્યવાહીને 'જુલમ અને અન્યાયની પરાકાષ્ઠા' ગણાવી છે. ભાજપ શાસિત રાજ્યના વન વિભાગ અને જિલ્લા પ્રશાસન પર આદિવાસી બહુલ કોસમી ગામમાં ગરીબ પરિવારોના ઘર તોડી પાડવા, પાક નષ્ટ કરવાનો અને કૂવાઓને માટીથી ભરી દેવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બુધની વિધાનસભા ક્ષેત્રના આ ગામમાં થયેલી કાર્યવાહીની માહિતી મળતા જ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તાત્કાલિક કોસમી પહોંચ્યા હતા અને પીડિત પરિવારોને મળ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'સવાર સુધી જે ઘર આબાદ હતા, જ્યાં બાળકોની કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં હવે બાળકોની ચીખો સંભળાઈ રહી છે. મહિલાઓ છાતી પીટીને રડી રહી છે. તેમના ઘર તોડી દેવાયા, પાક કચડી નાખવામાં આવ્યો અને કૂવાઓ પૂરી દેવાયા.' તેમણે આ કાર્યવાહી કરનાર અધિકારીઓને સંવેદનશૂન્ય ગણાવતા કહ્યું કે આ અન્યાયની પરાકાષ્ઠા છે અને ભગવાન પણ તેમને માફ નહીં કરે. આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘારે આ પ્રકરણને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચેની આંતરિક ખેંચતાણ ગણાવી છે. કોંગ્રેસ નેતા સિંઘારે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારની આંતરિક લડાઈ અને ખેંચતાણના કારણે સીહોરના કોસમી ગામમાં બેરેલા આદિવાસી સમુદાયના પરિવારોના મકાનો તોડીને તેમની રોજીરોટી છીનવાઈ રહી છે અને ગરીબો મુશ્કેલીમાં મુકાયા છે.