Breaking News :
અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું

અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ

November 03, 2026

અમેરિકામાં સંસદની મિડટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં આવેલા સર્વેક્ષણોમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રિપબ્લિકન પાર્ટી પર સંકટના વાદળો ઘેરાયા છે. રૉયટર્સ-ઇપ્સોસના સર્વે અનુસાર, ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતાનો સીધો ફાયદો વિરોધી ડેમોક્રેટિક પાર્ટીને મળતો દેખાઈ રહ્યો છે અને તેઓ ચૂંટણી રેસમાં આગળ નીકળી ગયા છે. ભારતીય સમય મુજબ 4 નવેમ્બરની સવારથી આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

તાજા સર્વેક્ષણ મુજબ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા રેકોર્ડ નીચલા સ્તરની નજીક પહોંચી ગઈ છે. કોંગ્રેસની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીને 46% જ્યારે રિપબ્લિકન પાર્ટીને માત્ર 38% મતદારોનું સમર્થન મળતું જણાયું છે. 50% અપક્ષ મતદારોનું માનવું છે કે તેમનો મત ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ જશે. આ ઉપરાંત મતદાન કરવા માટે ડેમોક્રેટ્સ સમર્થકોમાં 49% ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે રિપબ્લિકન સમર્થકોમાં આ આંકડો માત્ર 33% રહ્યો છે.

ચૂંટણીમાં 78% લોકોએ વધતી મોંઘવારીને સૌથી મોટી ચિંતા ગણાવી છે. દેશમાં રાશન અને રોજિંદી ચીજવસ્તુઓના ઊંચા ભાવથી સામાન્ય જનતા પરેશાન છે. જોકે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના આર્થિક નિર્ણયોનો બચાવ કરતાં દાવો કર્યો છે કે લોકોની આવક ઐતિહાસિક સ્તરે વધી છે અને ગરીબીમાં ઘટાડો થયો છે, પરંતુ જનતાને આ વાતનો વિશ્વાસ અપાવવો રિપબ્લિકન પાર્ટી માટે મોટો પડકાર બની ગયો છે.

ફેડરલ ઇલેક્શન કમિશનના ડેટા આધારે ‘ઓપનસીક્રેટ્સ’ના વિશ્લેષણ મુજબ, આ ચૂંટણી ચક્રમાં કુલ ખર્ચ આશરે 12 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે અમેરિકી ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી મિડટર્મ ચૂંટણી બની રહેશે. સીનેટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર પાછળ 947 મિલિયન ડૉલર ખર્ચ્યા છે, જે ડેમોક્રેટ્સ કરતાં 320 મિલિયન ડૉલર વધારે છે.