જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
November 01, 2026
શિમા - રવિવારની વહેલી સવારે કુદરતી આપદાના કારણે વિશ્વના બે અલગ-અલગ દેશોમાં ધરતી ધ્રૂજી ઊઠી હતી. એક તરફ જાપાનના શિમા ક્ષેત્ર નજીક 6.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો, તો બીજી તરફ ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા અતિ સંવેદનશીલ બુશેહર (Bushehr) ક્ષેત્રમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. સદનસીબે બંને ઘટનાઓમાં હાલ પૂરતી કોઈ મોટી જાનહાનિ કે આર્થિક નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, જાપાનમાં રવિવારે સવારે 3:45 વાગ્યે આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જાપાનના શિમાથી અંદાજે 58 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 25 ઓક્ટોબરે પણ જાપાનના બોનિન દ્વીપ નજીક 6.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ટેક્ટોનિક પ્લેટોના સંગમસ્થાન (રિંગ ઓફ ફાયર) પર સ્થિત હોવાથી જાપાનમાં અવારનવાર આવી ભૂકંપીય પ્રવૃત્તિઓ થતી રહે છે.
બીજી તરફ, ઈરાનના દક્ષિણ વિસ્તારમાં આવેલ બુશેહર શહેરથી 115 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 5.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિમી નીચે હતી. ભૂકંપનું કેન્દ્ર ઈરાનનું એકમાત્ર સક્રિય એક્ટિવ ન્યુક્લિયર પાવર સેન્ટર ધરાવતો બુશેહર વિસ્તાર હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કયાસો લગાવવાના શરૂ થઈ ગયા છે. નિષ્ણાતોના મતે ઈરાનનો આ દક્ષિણી ભાગ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ છે અને ટેક્ટોનિક પ્લેટોની હલચલને કારણે ત્યાં રોજના નાના-મોટા આંચકા નોંધાતા હોય છે.
Related Articles
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ! તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગા...
Nov 01, 2026
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું! ટ્રમ્પની ઈરાનને ધમકી
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટા...
Nov 01, 2026
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્મગુરુએ હિન્દુઓની મજાક ઉડાવતા ભારે વિવાદ
'ગૌમુત્ર પીવે છે ભારતીયો..', ઈઝરાયલી ધર્...
Oct 31, 2026
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ
જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એ...
Oct 28, 2026
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈરાન વચ્ચેની સિક્રેટ ડીલથી મિડલ ઈસ્ટમાં ખળભળાટ
હુમલા રોકવા રૂ.9,500 કરોડની ઓફર? સાઉદી-ઈ...
Oct 27, 2026
Trending NEWS
31 October, 2026
31 October, 2026
31 October, 2026
29 October, 2026
28 October, 2026
28 October, 2026
28 October, 2026
28 October, 2026
28 October, 2026
28 October, 2026