જલંધરમાં ગમખ્વાર કાર અકસ્માતમાં સિંગરના ભત્રીજા સહિત 2ના મોત!

November 01, 2026

જન્મદિવસની પાર્ટીમાંથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

જલંધર- જાણિતા ગાયક હની સિંહના ભત્રીજા વિદિત ઓલાકનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. રવિવારે 1 નવેમ્બર 2026ની વહેલી સવારે પંજાબના જાલંધરમાં થયેલા રોડ અકસ્માતમાં વિદિત અને તેના મિત્ર આરવ તલવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.કેલેન્ડર જુઓ
વિદિત ઓલાક પંજાબી મ્યુઝિક કંપની 'સ્પીડ રેકોર્ડ્સ'ના માલિક દિનેશ ઓલાકનો પુત્ર હતો, જ્યારે આરવ તલવાર 'પેપી સ્વીટ્સ'ના માલિકનો પુત્ર હતો. બંને મિત્રો એક બર્થડે પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રાત્રે આશરે 3 વાગ્યે પોલીસ લાઇન વિસ્તાર પાસેના ફ્લાયઓવર પર તેમની પૂરપાટ ઝડપે જતી વોક્સવેગન કાર રોડ પર ઊભેલી નગર નિગમની ટ્રેક્ટર-ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માત સમયે કારમાં 5 યુવકો સવાર હતા, જેમાંથી 3 યુવકો પહેલાથી જ ઘરે ઉતરી ગયા હતા, અને અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હની સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિદિતના પિતા દિનેશને ટેગ કરીને ભાવુક નોટ શેર કરી હતી. તેમણે લખ્યું, 'આ મારા માટે ખૂબ જ ખરાબ સમય છે. મારા ભત્રીજાને ખોવો દિલ તોડી નાખનારું છે. ભોલેનાથની કૃપા બનેલી રહે.' આ સિવાય દુઃખ વ્યક્ત કરતા સિંગરે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો પણ હટાવી દીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારે કાનૂની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હોવાથી મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા છે.