Breaking News :
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો! જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ

3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!

October 28, 2026

ભારતીય ખેલ જગત માટે એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં દેશ માટે 3 ગોલ્ડ મેડલ જીતનારા દિગ્ગજ ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવનું 42 વર્ષની વયે અવસાન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, નીરજે કથિત રીતે પોતાના ઘરે ઝેર ખાઈ લીધું હતું. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હુત. જોકે, તેમના મોતના ચોક્કસ સંજોગો અંગે હજુ સ્પષ્ટ તપાસ ચાલી રહી છે.

ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે આ કરુણ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે તેમને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની માહિતી મળી છે. ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં સત્યનારાયણે જણાવ્યું કે, નીરજે જીવન ટૂંકાવ્યું કરી છે. આવું બન્યું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

રિપોર્ટ મુજબ, નીરજ ચાલુ મહિને આઇચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા નહોતા. ડોપિંગ સસ્પેન્શનના કારણે તેમને સ્પર્ધામાંથી બહાર રહેવું પડ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ સસ્પેન્શન બાદ તેઓ ભારે ભાવનાત્મક અને માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા. જોકે, તેમના આ આત્યંતિક પગલાં પાછળનું સચોટ કારણ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

હેડ કોચ સત્યનારાયણે જણાવ્યું કે તેઓ નીરજના આ પગલાં પાછળના સચોટ કારણો અંગે કોઈ અટકળો લગાવવા માંગતા નથી. એક ખેલાડીએ જીવનમાં મળતી સફળતા અને નિષ્ફળતા બંને પરિસ્થિતિઓનો સામનો સંતુલિત મન સાથે કરવો જોઈએ.