અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો

October 27, 2026

ભારતે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા ત્રીજા T20 મુકાબલામાં 6 વિકેટે શાનદાર જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરના ત્રણ વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 13.2 ઓવરમાં ટાર્ગેટ સર કરી લીધો છે. ભારત માટે અભિષેક શર્માએ 38 બોલમાં 113 રનની ઈનિંગ રમી હતી. બીજી તરફ વૈભવ સૂર્યવંશી 19 બોલમાં 45 રન જડી દીધા હતા. . આ જીત સાથે જ ભારતે સીરિઝ પર પણ કબ્જો કરી લીધો છે. પાંચ મેચોની T20 સીરઝમાં હવે ટીમ ઇન્ડિયા 3-0થી આગળ થઈ ગઈ છે.

199 રન ચેઝ કરવા માટે ભારતે ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો. આ વખતે અભિષેક શર્મા સાથે 15 વર્ષના તોફાની બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ઇનિંગની શરૂઆત કરવા આવ્યા. બંનેએ પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. પહેલી ઓવરમાં કુલ 26 રન બન્યા. T20 ઇન્ટરનેશનલમાં ફૂલ મેમ્બર દેશોમાં પહેલીવાર પહેલી જ ઓવરમાં આટલા રન બન્યા.

પાવરપ્લેમાં અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડના બોલિંગ એટેકને ધ્વસ્ત કરી દીધી હતી. વૈભવે પણ તેમનો પૂરો સાથ આપ્યો. બંનેએ જબરદસ્ત રીતે કીવી બોલરોની ધોલાઈ કરી. અભિષેકે 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જ્યારે ભારતે પાવરપ્લે એટલે કે શરૂઆતની 6 ઓવરમાં એકપણ વિકેટ વગર 118 રન બનાવી દીધા. મેન્સ T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં આ સૌથી મોટો સ્કોર છે.

10 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અભિષેક શર્માએ 35 બોલમાં સદી ફટકારી. સદી બાદ તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો પણ માર્યો જે બાદ 38 બોલમાં 113 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 178 રનના કુલ સ્કોર પર ભારતની બીજી વિકેટ પડી હતી.

માત્ર 5.3 ઓવરમાં ભારતે વિના વિકેટે 108 રન ફટકારી દીધા છે અને હવે જીતવા માટે બાકી રહેલા 87 બોલમાં 91 રનની જરૂર છે, જે 6.27 પ્રતિ ઓવરની સામાન્ય સરેરાશથી પણ આસાનીથી બની શકે તેમ છે.

ન્યૂઝીલેન્ડ તરફથી પહેલી ઓવર ફેંકવા આવેલા જેકબ ડફી સામે ભારતીય બેટરોએ પ્રથમ બોલથી જ આક્રમણ શરૂ કર્યું હતું. પ્રથમ જ ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી ભારતે 26 રન ઝૂડી કાઢ્યા હતા. આ ઓવરમાં વૈભવના બેટમાંથી 13 રન, અભિષેકના બેટમાંથી 7 રન અને 6 રન એક્સ્ટ્રા આવ્યા હતા, જેણે ભારતની ઇનિંગને અસાધારણ ગતિ આપી દીધી.