ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવા રાષ્ટ્રપતિનું આમંત્રણ
November 08, 2026
નેતન્યાહુ સૌથી મોટા પક્ષ હોવા છતાં બહુમતીથી દૂર
તહેરાન : ઈઝરાયલના રાજકારણમાં એકમાત્ર મોટું અને ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા 19 વર્ષથી સત્તાની ડોર સંભાળતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે આ એક ખૂબ મોટો રાજકીય ઝટકો છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે ઔપચારિક જાહેરાત કરતા વિપક્ષી નેતા અને દેશના ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખ (આર્મી ચીફ) ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે.
તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ એક ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. 120 સભ્યોની ઈઝરાયલી સંસદ (નેસેટ) માં નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી અને તેના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જે સરકાર બનાવવા માટે જરૂરી 61 ના જાદુઈ આંકડાથી 8 બેઠકો દૂર રહી ગઈ હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ સાથેની બેઠક અને પરામર્શ દરમિયાન 67 સાંસદોએ ગાદી આઈઝનકોટના નામની ભલામણ કરી હતી, જેના પગલે રાષ્ટ્રપતિએ તેમને સરકાર રચવાની પહેલી તક આપી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમમાં ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું ઔપચારિક નિમંત્રણ આપવામાં આવશે. આ નિમંત્રણ મળ્યા બાદ આઈઝનકોટ પાસે સરકાર સાબિત કરવા અને બહુમતી મેળવવા માટે 28 દિવસનો સમય રહેશે. જો જરૂર પડશે તો રાષ્ટ્રપતિ આ સમયસીમામાં વધુ 14 દિવસનો વધારો પણ કરી શકે છે.
ગાદી આઈઝનકોટની 'યાશર' પાર્ટી અને તેમના ચાર દળોના ગઠબંધન પાસે હાલ 48 બેઠકો છે. જોકે, ઈઝરાયલના અલ્પસંખ્યક અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી બે પક્ષોની 19 બેઠકોનું સમર્થન મળવાથી તેમનો આંકડો 67 પર પહોંચ્યો છે. જોકે, અરબ પક્ષોના ટેકાથી સરકાર બનાવવી અને વિવિધ વિરોધાભાસી વિચારધારા ધરાવતા પક્ષોને એક તાંતણે બાંધવા આઈઝનકોટ માટે સરળ રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શરતો મૂકી છે કે તેઓ દેશને લોકશાહી અને સમાનતાવાદી મૂલ્યો પર ચલાવવા માંગે છે.
બીજી બાજુ, નેતન્યાહુએ આ વલણની આકરી ટીકા કરતા દાવો કર્યો છે કે "આતંકવાદીઓના સમર્થકો" સાથે મળીને ઉતાવળમાં રચાતી આ સરકાર દેશ અને સૈનિકોની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.
Related Articles
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં દેખાવકારોનો હુમલો-તોડફોડ
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમ...
Nov 08, 2026
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની એરસ્ટ્રાઈક, 33 લોકોના મોત
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની...
Nov 08, 2026
જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથી ધણધણ્યું, 22ને ઈજા
જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથ...
Nov 08, 2026
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશું! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો પણ પડકાર
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશ...
Nov 07, 2026
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા હોત!’
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બ...
Nov 04, 2026
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100મ...
Nov 04, 2026
Trending NEWS
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026
02 November, 2026