ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી

November 04, 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી એક સારા સમાચાર સામે આવ્ય છે. માહિતી અનુસાર ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી દીધી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક અને કતાર પર સામેલ છે.

ઈરાનની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને જણાવ્યું કે આ ચાર દેશોના જહાજોને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જહાજોની અવર-જવરની છૂટ આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારને આ છૂટનો ફાયદો મળશે. તેમના જહાજોને કોઇ રોક-ટોક નહીં કરવામાં આવે. અમેરિકા પણ એમના જહાજોને રોકતું નથી.

હયાતે કહ્યું કે અમારી આ છૂટ ઈરાન અને ચારેય દેશો વચ્ચેના પરસ્પર હિત દર્શાવે છે. અમારી તરફથી ભારતીય જહાજોને અવર-જવરમાં મદદ કરવામાં આવી રહી છે જેથી ઈરાન ભારતથી દવાઓની આયાત વધારી શકે. જ્યારે ચીનના જહાજોને આ છૂટ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.

જોકે ઈરાન ભારત અને ચીનના જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલે છે પરંતુ કતારના જહાજોને કોઈપણ પ્રકારના ચાર્જ વિના જવા દે છે. હતાયે એ સ્પષ્ટ ન કર્યું કે ઇરાકના જહાજોએ આ ટ્રાન્ઝિટ ચાર્જ ચૂકવવો પડે છે કે નહીં? ઉલ્લેખનીય છે કે હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ રુટ પૈકી એક છે. એના માધ્યમથી જ ગલ્ફ દેશોથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી ભારે માત્રામાં ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.