Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના

November 02, 2026

બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા ‘મુરાસુ’એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સોમવારે રાત્રે 11:30થી મંગળવારે સવારે 4:00 વાગ્યા દરમિયાન તે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 6 કલાકમાં આ વાવાઝોડું લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે.

વાવાઝોડું ઓંગોલ નજીક આવેલા નેલ્લોર અને નરસાપુર વચ્ચેના વિસ્તારમાંથી પસાર થઈ શકે છે. દરિયાકાંઠે ટકરાતી વખતે તેની ઝડપ 100થી 110 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આશંકા છે, જ્યારે પવનના તીવ્ર ઝાપટાં સાથે ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યે આ સિસ્ટમ ચેન્નાઈથી લગભગ 260 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રિત હતી.

વાવાઝોડાની અસરથી 2 અને 3 નવેમ્બરે આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો અને રાયલસીમામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે. બીજી તરફ, ઉત્તર તમિલનાડુના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.

વધુમાં, ‘મુરાસુ’ના ખતરાને ધ્યાનમાં રાખીને ચેન્નાઈની તમામ શાળાઓમાં સોમવાર માટે રજા જાહેર કરવામાં આવી છે. તીવ્ર પવનથી ઝાડ પડવા, વીજળીના વાયરો તૂટવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાનું જોખમ છે. આથી માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે, જ્યારે સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ તેજ કરી દીધી છે.]