સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી
November 02, 2026
અમદાવાદના સાણંદના વિંછીયામાં એક પિતાએ પોતાના ૧૦ વર્ષના એકના એક પુત્રની ક્રૂર હત્યા કરી છે. નરેશ પટેલ નામના શખ્સે પોતાના વંશમાં બીજું કોઈ ભુવો ન બને તે માટે પુત્ર કરણને માતાજીની દેરીએ પછાડી તથા લાકડીના ફટકા મારી પતાવી દીધો હતો. હત્યા બાદ તે પુત્રના મૃતદેહ પાસે જ ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો. સાણંદ પોલીસે આ મામલે માતાની ફરિયાદ પરથી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
૩૭ વર્ષીય ભારતીબેન પટેલ આશરે ૧૦ દિવસ અગાઉ પતિ નરેશના મારઝૂડથી કંટાળીને પિયર જતા રહ્યા હતા, પણ કરણની શાળામાં પરીક્ષા ચાલતી હોવાથી તેને પિતા પાસે રાખ્યો હતો. ૧ નવેમ્બરની સાંજે પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે નરેશ કરણને લાકડીથી ઢોર માર મારે છે. આથી ગભરાયેલા ભારતીબેન રાત્રે ૯ વાગ્યે તેમના માતા-પિતા અને ભાઈ-ભાભી સાથે તાત્કાલિક વિંછીયા પહોંચ્યા હતા.
તેઓ ઘર પાસે આવેલી જોગણી માતાની દેરી નજીક પહોંચ્યા ત્યારે કરણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં મૃત પડ્યો હતો અને બાજુમાં નરેશ લોહીવાળા કપડાંમાં આરામથી સૂતો હતો. પૂછપરછમાં નરેશે પસ્તાવા વગર કબૂલ્યું કે, તેના પિતા ભુવા હતા અને ત્યારબાદ પોતે ભુવો બન્યો છે, હવે પરિવારમાં કોઈ ભુવો ન બને તે માટે તેણે પુત્રના બંને પગ પકડી દેરીએ બે-ત્રણ વાર પછાડી અને માથામાં લાકડી મારી હત્યા કરી છે.
આ ભયાનક કબૂલાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે માસૂમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને ભારતીબેનની ફરિયાદના આધારે આરોપી પિતા નરેશ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Articles
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયા...
Nov 02, 2026
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શા...
Oct 31, 2026
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગુજરાત સુધીનું 19 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ રેકેટ ઝડપાયું, ત્રણની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો, દુબઈથી ગ...
Oct 21, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026