બાંગ્લાદેશમાં ફરી હિંસાના એંધાણ: મંત્રી હુમાયુ કબીરના નિવાસે અજાણ્યા શખ્સોએ કપડાં નાખી આગ લગાવી
November 21, 2026
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકવાના એંધાણ વચ્ચે વિદેશ રાજ્ય મંત્રી હુમાયુ કબીરના સિલહટના દરિયાપારા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને ગુરુવારે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ મુખ્ય દરવાજા સામે કપડાં નાખીને આગ લગાવી દીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસ એલર્ટ પર છે.
સિલહટ મેટ્રોપોલિટન પોલીસના નાયબ કમિશનરના જણાવ્યા મુજબ આ શખ્સોને શોધવા તપાસ ચાલી રહી છે. આ લોકો કોણ હતા અને તેમણે આગ કેમ લગાવી, તે હજુ સ્પષ્ટ નથી. તેનું કારણ આરોપીઓની ધરપકડ થયા પછી જ જાણી શકાશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ મકાનમાં હુમાયુ કબીરના કાકા અને પરિવારના અન્ય સભ્યો રહેતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી જ્યારે પણ સિલહટ આવે ત્યારે અહીં જ રોકાય છે. ઘટના વખતે તેઓ હાજર નહોતા, પરંતુ શુક્રવારે અહીં આવવાના હતા.
બીજી તરફ, બાંગ્લાદેશમાં હાલ અવામી લીગ સક્રિય થઈ છે અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ફરી દેશમાં પરત ફરે તે માટે પ્રયાસો કરી રહી છે. જ્યારે વર્તમાન સરકાર તેમને પાછા લાવવાને બદલે તેમની ધરપકડ કરવાની યોજના ઘડી રહી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
Related Articles
કરાચીમાં 45 ગાર્ડ વચ્ચે રહેતો દાઉદ ડ્રગ્સ-હવાલાનું નેટવર્ક ચલાવે છે: પૂર્વ FBI એજન્ટનો દાવો
કરાચીમાં 45 ગાર્ડ વચ્ચે રહેતો દાઉદ ડ્રગ્...
Nov 21, 2026
બાંગ્લાદેશ ભડકે બળ્યું! વિસ્ફોટ-હિંસા વચ્ચે મુહમ્મદ યુનુસનું ઘર, પોલીસ સ્ટેશન ફૂંકી માર્યા
બાંગ્લાદેશ ભડકે બળ્યું! વિસ્ફોટ-હિંસા વચ...
Nov 20, 2026
વિશ્વનું નવું પાવર સેન્ટર: ટ્રમ્પ-પુતિન-જિનપિંગની ઐતિહાસિક બેઠક પૂર્ણ
વિશ્વનું નવું પાવર સેન્ટર: ટ્રમ્પ-પુતિન-...
Nov 20, 2026
ગૂગલ અને એપલની સેવાઓ અચાનક ડાઉન થતાં લાખો યુઝર્સ પરેશાન, સાયબર હુમલાની આશંકાએ ઈજનેરો કામે લાગ્યા
ગૂગલ અને એપલની સેવાઓ અચાનક ડાઉન થતાં લાખ...
Nov 18, 2026
ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં
ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મ...
Nov 18, 2026
ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'
ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝ...
Nov 17, 2026
Trending NEWS
20 November, 2026
20 November, 2026
19 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026