યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો
November 18, 2026
ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 નવેમ્બરની રાત્રે લૂંટના ઈરાદે ઘૂસેલા શખ્સે રેલવે ટિકિટ વિક્રેતા અને તેની પત્નીની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. પોલીસે આ સનસનાટીભર્યા ડબલ મર્ડર કેસમાં ભાગવાનો પ્રયાસ કરતા આરોપી યોગેશ રાજપૂત ઉર્ફે પંગાને કસારી જંગલમાં બંને પગે ગોળી મારીને ઝડપી લીધો છે. ધરપકડ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ તેણે મૃતદેહ સાથે 5 વાર દુષ્કર્મ આચર્યું હતું.
આ કેસની વિગત આપતા પોલીસ સુપરિટેન્ડેન્ટ વિનોદ કુમારે જણાવ્યું હતું કે, આરોપી યોગેશે 35 વર્ષીય સંજીવ કથેરિયાને રેલવે સ્ટેશન પર ટિકિટ વેચતા જોયો હતો. જેથી ઘરમાં મોટી રકમ હશે તેવા ઇરાદે તે રાત્રે તેમના સરકારી આવાસમાં ચોરી કરવા ઘૂસ્યો હતો. તે સમયે અચાનક સંજીવ જાગી જતા આરોપીએ તેને લાકડીથી માર માર્યો હતો. જ્યારે તેની 32 વર્ષીય પત્ની શિખાએ બૂમો પાડતા આરોપીએ મોબાઈલ ઝૂંટવીને સ્વિચ ઓફ કરી દીધો હતો અને તેના જ સ્કાર્ફથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત આરોપીએ દંપતીની 2 વર્ષની માસૂમ દીકરી તાન્યાને પણ ઈજા પહોંચાડી હતી.
વધુમાં, આરોપી યોગેશે પોલીસ પૂછપરછમાં બેશરમીપૂર્વક જણાવ્યું હતું કે, શિખાને મેક્સીમાં જોયા બાદ તે પોતાની જાત પર કાબૂ રાખી શક્યો ન હતો. આથી હત્યા બાદ તેણે મૃતદેહ પર એક-બે વાર નહીં પણ 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયત આચર્યા બાદ તે ઘરમાં પડેલા પર્સમાંથી આશરે 5000 રૂપિયાની રોકડ લૂંટીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરી લીધી હતી. જેને પકડવા જતા તે કસારી જંગલમાંથી ભાગવા લાગ્યો હતો, જેથી પોલીસે ફાયરિંગ કરતા તેના બંને પગમાં ગોળી વાગી હતી. પોલીસે ઘાયલ આરોપી પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ પણ જપ્ત કર્યા છે.
Related Articles
કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ
કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર...
Nov 18, 2026
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદ...
Nov 17, 2026
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશા...
Nov 17, 2026
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમ...
Nov 17, 2026
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત:...
Nov 17, 2026
ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત
ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્ર...
Nov 17, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
14 November, 2026