Breaking News :
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ સહિત 2 દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપ્યા ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026' ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત

ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો

November 17, 2026

દેશમાં ફ્યુઅલ અને પાવરના ભાવમાં આવેલા મોટા ઉછાળાને કારણે ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જાહેર કરેલા આંકડા મુજબ, ઓક્ટોબરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત મોંઘવારી દર વધીને 12.29 ટકા નોંધાયો છે, જે અગાઉ સપ્ટેમ્બરમાં 11.39 ટકા હતો. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીનો એકંદર જથ્થાબંધ મોંઘવારી દર 10.14 ટકા નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં આ દર માઇનસ 0.30 ટકા હતો.

મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, વીજળી, ખાદ્યપદાર્થો, બેઝિક મેટલ્સ અને કેમિકલ્સના ભાવ વધવાને પરિણામે જથ્થાબંધ મોંઘવારી દરમાં આ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ફ્યુઅલ અને પાવર ગ્રુપનો મોંઘવારી દર સપ્ટેમ્બરના 25.85 ટકાથી વધીને ઓક્ટોબરમાં 32.84 ટકા થઈ ગયો હતો.

આ ફ્યુઅલ અને પાવર ગ્રુપમાં ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસના મોંઘવારી દરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે, જે 57.32 ટકાથી વધીને સીધો 70.80 ટકા પર પહોંચી ગયો હતો. આ ઉપરાંત, ખનિજ તેલનો મોંઘવારી દર પણ 40.02 ટકાથી વધીને 45.57 ટકા નોંધાયો હતો.

બીજી તરફ અન્ય ક્ષેત્રોની વાત કરીએ તો, પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર પણ 8.67 ટકાથી વધીને 9.24 ટકા નોંધાયો છે. જોકે, આ વધારા વચ્ચે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સના મોંઘવારી દરમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે, જે 9.76 ટકાથી ઘટીને 9.54 ટકા નોંધાયો હતો.