ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
November 08, 2026
બેંગલુરુ : ઇસરોનો નેવીગેશન વિઝિટર સિરિઝ (એનવીએસ : ૦૩ સેટલાઇટ) સેટેલાઇટ ૨૦૨૬ની ૪, નવેમ્બરે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોંચી ગયો છે. એનવીેસ : ૦૩ સેટેલાઇટની નિશ્ચિત ભ્રમણકક્ષા પૃથ્વીથી આકાશમાં ૩૫,૭૬૫ : ૩૬,૧૯૬ કિલોમીટર છે. એનવીએસ : ૦૩ સેટેલાઇટ નેવીેશન સિરિઝનો ત્રીજો સેટેલાઇટ છે. એનવીએસ : ૦૩ સેટેલાઇટ જીએસએલવી : એફ ૧૮ રોકેટ દ્વારા ૨૦૨૬ની ૩૦, ઓક્ટોબરે તરતો મૂકવામાં આવ્યો છે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે અમે અમારા એનવીએસ : ૦૩ સેટેલાઇટને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોંચાડવા માટે કુલ ચાર વખત સફળ પ્રયોગ કર્યા હતા. આ પ્રયોગમાં લિક્વિડ એપોજી મોટર(એલએેએમ) એન્જિનને ૬,૧૬૪ સેકન્ડ્ઝ સુધી બર્ન કરવામાં આવ્યું હતું. સેટેલાઇટને તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં લઇ જવા માટે આવા એલએએમ કેમિકલ રોકેટનો ઉપયોગ થાય છે. આવું એલએએમ કેમિકલ રોકેટ સેટેલાઇટમાં જ ગોઠવવામાં આવ્યું હોય છે. ઇસરોનાં સૂત્રોએ એવી મહત્વની માહિતી પણ આપી છે કે એનવીએસ : ૦૩ સેટેલાઇટ હવે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં સફળતાથી પહોચી ગયો હોવાથી તેની નેવીગેશનની કામગીરી પણ બહુ જલદી શરૂ કરશે. એટલે કે આ સેટેલાઇટની મદદથી હવે ભારતે નાગરિક, વેપારી, વ્યૂહાત્મક વગેરે ક્ષેત્રોમાં સચોટ સમય, દિશા સૂચન, સ્થળની સચોટ માહિતી માટે વિદેશી અને ખાસ કરીને અમેરિકા પર આધાર રાખવો નહીં પડે. અત્યારસુધી ભારત તેની ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ(જીપીએસ) સેવા માટે અમેરિકા પર આધાર રાખવો પડતો હતો.
હવે આ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ભારત તેનાં તમામ સ્માર્ટફોન્સ, સ્માર્ટ વોચ, રેલવે, વિમાન વ્યવહાર, માર્ગ વાહન વ્યવહાર, મેરી ટાઇમ, વોટર વેઝ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બચાવકામગીરી વગેરે ક્ષેત્રોમાં બહુ સચોટ અને ઉપયોગી સેવા આપશે. સૌથી મહત્વની સેવા એ છે કે એનવીએસ : ૦૩ સેટેલાઇટ દ્વારા ભારતીય લશ્કરની ત્રણેય પાંખ અને તેની સાથે સંકળાયેલી તમામ સુરક્ષા એજન્સીઝને ઉચ્ચ સ્તરની નેવીગેશન સેવા મળશે.
ઉપરાંત, આ સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ભારત તેની આજુબાજુના ૧,૫૦૦ કિલોમીટરના વિશાળ પરિસરમાં ક્યાં અને શું શું થાય છે તેના પર બાજનજર પણ રાખી શકશે. આમ ભારત હવે આપણા સરહદી વિસ્તારોની ગતિવિધિ પર બરાબર નજર રાખી શકશે.
Related Articles
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026