નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં દેખાવકારોનો હુમલો-તોડફોડ
November 08, 2026
ધ હગ : પશ્ચિમી દેશોમાં એઆઈ ટેક્નોલોજીની સાથે ડેટા સેન્ટર્સનો વિરોધ વધી રહ્યો છે ત્યારે યુરોપ અનેક દેશોમાં ડેટા સેન્ટર વિરોધી ચળવળ વધી રહી છે. નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરના નિર્માણ સ્થળ પર દેખાવકારોએ હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. દેખાવકારો માઈક્રોસોફ્ટના નવા ડેટા સેન્ટરના બાંધકામ સ્થળે પહોંચી ક્રેન પર ચઢી ગયા હતા અને ફ્લેર સળગાવ્યા હતા. ડચ પોલીસે વિરોધ દરમિયાન ટ્રેસપાસના આરોપ હેઠળ ૨૦૦ જેટલા દેખાવકારોની અટકાયત કરી હતી.
એમસ્ટર્ડમમાં દેખાવકારોએ મોટા ડેટા સેન્ટરોના નિર્માણ અટકાવવાની માગ કરતા વીજળી અને પાણીના વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જર્મની અને ઈટાલી સહિત યુરોપના અન્ય દેશોમાં પણ ડેટા સેન્ટર વિરોધી દેખાવો વધી રહ્યા છે. દેખાવકારો એમસ્ટરડમમાં માઈક્રોસોફ્ટના નવા ડેટા સેન્ટરના નિર્માણ સ્થળમાં ઘૂસી ગયા હતા. તેમને અટકાવવા જતી પોલીસ સામે પણ દેખાવકારોને ઘર્ષણ થયું હતું. ગેફ તેગનગાસ નામના દેખાવકારોના જૂથના સભ્ય નાથન ટિમરે કહ્યું કે, તેઓ ડેટા સેન્ટરનું નિર્માણ કાર્ય રોકાવવા માટે આ જગ્યાનો કબજો જમાવીને બેઠા છે. આ જૂથના નામનો અર્થ છે 'વિરોધ કરો' અથવા 'પાછળ ધકેલો'. દેખાવકારોની માગ છે કે મોટાપાયે ડેટા સેન્ટર બનાવવા જોઈએ નહીં. આ કેન્દ્રોમાં જંગી પ્રમાણમાં વીજળી અને પાણીની જરૂર પડે છે, જેથી સમાજ અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓ વધી રહી છે.
ટીમરે કહ્યું, ડેટા સેન્ટરનો ઉપયોગ માત્ર એઆઈ મારફત ખરાબ સામગ્રી બનાવવા, એઆઈ યુદ્ધ, લોકોનું નિરીક્ષણ રાખવા અને નરસંહાર કરવા માટે જ થશે. અમે આવું ઈચ્છતા નથી. ડેટા સેન્ટરનું નિર્માણ કાર્ય બંધ નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં શુક્રવારે પોલીસે દેખાવકારોને નિર્માણ સ્થળેથી બહાર કાઢ્યા હતા. જર્મનીમાં પણ શુક્રવાલે અનેક દેખાવકારોએ બર્લિનના બાહ્ય વિસ્તારોમાં એક ડેટા સેન્ટર સામે એકત્ર થયા હતા. ઈટાલીમાં પણ તિવ્ર ગતિએ ડેટા સેન્ટર ઉદ્યોગ વિરુદ્ધ લોકોનો વિરોધ વધી રહ્યો છે.
Related Articles
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની એરસ્ટ્રાઈક, 33 લોકોના મોત
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની...
Nov 08, 2026
જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથી ધણધણ્યું, 22ને ઈજા
જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથ...
Nov 08, 2026
ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવા રાષ્ટ્રપતિનું આમંત્રણ
ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવા રાષ્ટ્રપત...
Nov 08, 2026
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશું! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો પણ પડકાર
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશ...
Nov 07, 2026
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા હોત!’
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બ...
Nov 04, 2026
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100મ...
Nov 04, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026