વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝીલેન્ડ સામે 4 રને જીત, પાંચ વનડે મેચની શ્રેણીમાં 2-0થી આગળ
November 07, 2026
India vs New Zealand 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીનો આજે (7 નવેમ્બર) બીજો મુકાબલો રમાયો હતો. વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં ભારતીય ટીમને જીત માટે 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના કારણે ઘણા સમય માટે મેચને રોકવાની નોબત આવી હતી. જે બાદ DLS મુજબ ટીમ ઈન્ડિયાએ 4 રને જીત મેળવી છે.
ડકવર્થ-લુઇસ નિયમ અનુસાર ભારતની જીત
વરસાદી વિધ્ન વચ્ચે મેચમાં 26 ઓવરની રમત થઈ ચૂકી હતી. કેએલ રાહુલ 38 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યા હતા, ટીમ ઈન્ડિયાની જીતનો દરોમદાર રાહુલ પર હતો. આકિબ નબી 1 રન પર રમતો હતો જીતવા માટે 21 ઓવરમાં 22 રનની જરૂર હતી. ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ભારત ઘણું આગળ હતું, પણ મેચ શરૂ ન થતાં ભારતે ડકવર્થ લુઇસ પ્રમાણે 4 રને જીત હાંસલ કરી વન ડેનો બીજો મુકાબલો પણ જીતી લીધો છે
આ મુકાબલા માટે બંને ટીમોએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સિલેક્શન માટે ઉપલબ્ધ હતા, પરંતુ તેમને તક ન મળી. ભારતીય ટીમ મેનેજમેન્ટે આકિબ નબી પર ફરી વિશ્વાસ દર્શાવ્યો. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડે અનુભવી ઝડપી બોલર મેટ હેનરીને આ મુકાબલામાં પણ મેદાનમાં ઉતાર્યા નથી.
ભારતની પ્લેઇંગ-11
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કમ્બોજ, ગુરનૂર બ્રાર, આકિબ નબી અને અર્શદીપ સિંહ
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11
ટિમ સીફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમિસન, બ્લેયર ટિકનર અને જેકબ ડફી
Related Articles
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડોએ જાહેર કરી નિવૃત્તિ, ફૂટબોલના મહાન યુગનો અંત
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડો...
Nov 06, 2026
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્...
Oct 29, 2026
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીર...
Oct 28, 2026
અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો
અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્ય...
Oct 27, 2026
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026