Breaking News :
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો Miss Universe 2026: 116 સુંદરીઓને પછાડી પ્યુઅર્ટો રિકોની જેનિફર બની વિશ્વ સુંદરી, ભારતનું સપનું તૂટ્યું! કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો અમેરિકાની શક્તિશાળી ગુપ્તચર એજન્સી સીઆઈએ પર સાયબર હુમલો: ઓડીએનઆઈ નેટવર્કને પણ સીધી અસર અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો

અમેરિકાની ટેરિફ ધમકીને અવગણી ભારતીય શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1434 અને નિફ્ટી 407 પોઈન્ટ ઉછળ્યો

November 25, 2026

અમેરિકા તરફથી ટેરિફ લાદવાની સતત ધમકીઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી હતી. સપ્તાહના કારોબારી દિવસે બજાર ખૂલતાંની સાથે જ રોકાણકારોની ચોતરફી લેવાલી નીકળતાં બીએસઈ સેન્સેક્સ 1434 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટી 50 ઈન્ડેક્સ 407 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે બજારમાં મોટો કડાકો બોલાયો હતો, જેમાં સેન્સેક્સમાં 1800 થી વધુ પોઈન્ટની ઉથલપાથલ નોંધાઈ હતી.

કારોબારની વિગતો મુજબ, બીએસઈ સેન્સેક્સ ગત સત્રના 82,435.99 ના બંધ સામે 1000 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 83,436.89 ના સ્તરે ખૂલ્યો હતો. શરૂઆતમાં 83,380.75 ની નીચી સપાટીએ ગયા બાદ જોરદાર ખરીદી નીકળતાં સેન્સેક્સ 1434 પોઈન્ટ વધીને 83,869.60 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સની 52 સપ્તાહની ઊંચી સપાટી 86,159.02 અને નીચી સપાટી 71,292.88 છે.

બીજી તરફ, એનએસઈ નિફ્ટી 50 તેના 25,349.65 ના અગાઉના બંધ સામે 25,658.35 ના સ્તરે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન નીચામાં 25,619.00 ના સ્તરે સ્પર્શ્યા બાદ 407 પોઈન્ટની છલાંગ લગાવીને નિફ્ટી 25,756.00 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20 અને નીચી સપાટી 22,179.90 રહી છે.

બજારમાં આ તેજી પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક ફંડ્સ અને રિટેલ રોકાણકારોની સતત ખરીદીએ મજબૂત ટેકો આપ્યો હતો. વધુમાં, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને આઈટી ક્ષેત્રના દિગ્ગજ શેરોમાં નીચલા મથાળે આકર્ષક ભાવે થયેલી લેવાલી, અગાઉના ઘટાડા બાદ તેજીવાળા સક્રિય થતાં મંદીવાળાઓએ કાપેલા સોદા તેમજ અમેરિકી ટેરિફની સંભવિત અસરો છતાં ભારતની આંતરિક માંગ અને મજબૂત આર્થિક આંકડાઓએ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો.