પંજાબના રાજકારણમાં મોટો વળાંક: 6 વર્ષ બાદ ફરી એક થયા BJP અને અકાલી દળ, ચૂંટણી પહેલા ગઠબંધનની જાહેરાત
November 24, 2026
પંજાબના રાજકારણમાં એક મોટો અને નિર્ણાયક વળાંક આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને શિરોમણિ અકાલી દળે આગામી 2027 ની પંજાબ વિધાનસભા ચૂંટણી એકસાથે મળીને લડવાની સત્તાવાર જાહેરાત કરી છે. 6 વર્ષના લાંબા અંતરાલ બાદ બંને પક્ષો ફરી એકવાર સાથે આવ્યા છે.
આજે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે શિરોમણિ અકાલી દળના ફરીથી NDAમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પર હાલ વાતચીત ચાલી રહી છે.
ગઠબંધનની સત્તાવાર ઘોષણા કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બધાને ગુરુ પર્વની શુભેચ્છાઓ. અમારા રાષ્ટ્રીય સાહેબના નેતૃત્વમાં આજે હમણાં જ એક બેઠક થઈ છે અને તેમાં અકાલી દળ અને ભાજપના મુખ્ય નેતાઓએ બેસીને એક નિર્ણય લીધો છે કે આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને અકાલી દળ બંને મળીને લડશે અને આજથી અકાલી દળ NDA ના સાથી તરીકે રાજકારણમાં કામ કરશે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ સુખબીર સિંહ બાદલ અને તેમની પાર્ટીના સભ્યોનું NDA ગઠબંધનમાં સ્વાગત કર્યું હતું. નીતિન નવીને કહ્યું કે, આજે કારતક પૂર્ણિમા પણ છે અને ગુરુ પર્વની પણ તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. આજે ખૂબ જ પાવન દિવસ છે અને આજે પંજાબ હિતમાં ખૂબ મોટો નિર્ણય થઈ રહ્યો છે. હું સુખબીર સિંહ બાદલજીને અને તેમની પાર્ટીના સભ્યોને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. તમારું NDA ગઠબંધનમાં સામેલ થવું, આપણા સૌની તાકાતને વધારશે.
Related Articles
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી ભાજપના પૂર્વ ધારાસભ્યની કરી હત્યા
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી...
Oct 12, 2026
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના નેતાઓ વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અટકાયતમાં લેવાયા
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના ન...
Oct 10, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની કૂચ, 'લોકશાહી બચાવો'ના નારા લાગ્યા
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા...
Oct 06, 2026
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની...
Jul 27, 2026
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈ...
May 23, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, ગ્રામ્યમાં ભારે ઉત્સાહ
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં...
Apr 28, 2026
Trending NEWS
22 November, 2026
22 November, 2026
22 November, 2026
21 November, 2026
21 November, 2026
21 November, 2026
21 November, 2026
20 November, 2026
20 November, 2026
20 November, 2026