ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય
July 27, 2026
દિલ્હી : કોકરોચ જનતા પાર્ટી (CJP)એ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવતા ખુલ્લી ચેતવણી આપી છે. CJPનું કહેવું છે કે, આંદોલનકારીઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવા અંગે અગાઉ થયેલા કરારનો સતત ભંગ થઈ રહ્યો છે. જો તમામ FIR પાછી ખેંચવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો સંગઠન ફરીથી દેશવ્યાપી ધરણા પ્રદર્શન શરૂ કરવા માટે મજબૂર બનશે.
CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને એક કડક સંદેશ જાહેર કર્યો છે.
આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો છે કે, બિહાર અને બંગાળમાં સબળ પુરાવા વિના પણ સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યોમાં પ્રદર્શનકારીઓ તથા તેમને સહાય પૂરી પાડતા સ્વયંસેવકો પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જે અગાઉ થયેલા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે. બિહાર, બંગાળ અને અન્ય રાજ્યોમાં અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને તુરંત મુક્ત કરવામાં આવે. દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ભાજપ શાસિત રાજ્યો દ્વારા ભવિષ્યમાં કોઈ નવી FIR નોંધવામાં ન આવે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, CJPએ કેન્દ્ર સરકારના એ આશ્વાસન બાદ જ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું કે, કોઈ કડક કાર્યવાહી નહીં થાય. જો આ કમિટમેન્ટ તૂટશે, તો તે દેશના લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાશે.
Related Articles
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી ભાજપના પૂર્વ ધારાસભ્યની કરી હત્યા
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી...
Oct 12, 2026
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના નેતાઓ વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અટકાયતમાં લેવાયા
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના ન...
Oct 10, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની કૂચ, 'લોકશાહી બચાવો'ના નારા લાગ્યા
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા...
Oct 06, 2026
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈ...
May 23, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, ગ્રામ્યમાં ભારે ઉત્સાહ
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં...
Apr 28, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદા...
Apr 24, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026