ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
September 23, 2026
એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીર વિસ્તારમાં સાવજોનું માનવ વસાહત અને સીમ વિસ્તારમાં વિચરણ હવે સામાન્ય બન્યું છે. ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું કાયમી આશ્રયસ્થાન માનવામાં આવે છે. અહીં અવારનવાર સિંહોના ધામા જોવા મળે છે, પણ તાજેતરમાં સીમમાં એવો અદભુત અને રોમાંચક નજારો જોવા મળ્યો જેણે સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓમાં આશ્ચર્ય જગાડ્યું છે. ગત રાત્રે શિકારની શોધમાં 6 સિંહોનો પરિવાર ઝુડવડલીની સીમમાં આવી ચડ્યો હતો, જેમાં 1 નર સિંહ, 3 સિંહણ અને 2 સિંહબાળ સામેલ હતા.
સિંહ પરિવારે અહીં એક ગાયનું મારણ કરી પેટભરીને મિજબાની માણી હતી. સિંહોના મારણ અને હાજરીની જાણ વાયુવેગે પ્રસરતા ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સિંહ દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે રાત્રિના સમયે વિચરણ સામાન્ય છે, પણ દિવસે અને ધોળે દિવસે ઘરઆંગણે આવી ચડવું એ કૌતુક સાથે ચિંતાનો વિષય બન્યો છે.
બપોરના સમયે જ્યારે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઝુડવડલી સીમમાં આવેલી મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર આખો સિંહ પરિવાર ચડી ગયો હતો. ભીંજાતા-ભીંજાતા સિંહો અગાસીની પાળી પર અત્યંત શાંતિથી બેઠા હતા. જાણે કોઈ કુદરતી રિસોર્ટમાં બેસીને ચોમાસાની મજા માણી રહ્યા હોય તેમ આ પરિવાર કલાકો સુધી અગાસી પર આરામ ફરમાવતો રહ્યો.
વાડી માલિક મુન્નાભાઈ દોમડીયા નિત્યક્રમ મુજબ વાડીએ પહોંચ્યા ત્યારે પોતાના જ મકાનની અગાસી પર ડાલામથ્થા સિંહોને બિરાજમાન જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે ખેતીનું તમામ કામ પડતું મૂકી નીચે ઊભા રહી મોંઘેરા મહેમાનો ક્યારે નીચે ઉતરે તેની રાહ જોઈ હતી. અગાસી પરથી સિંહો નીચે ખેતરમાં કામ કરતા શ્રમિકો તરફ નજર રાખી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુન્નાભાઈએ આ દુર્લભ નજારો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે વીડિયો હાલ સમગ્ર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026