પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા
April 24, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(23 એપ્રિલ, 2026) પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી.
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થયેલા મતદાન અંગે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે આઝાદી પછી મતદાનનો આ સૌથી ઊંચો ગ્રાફ છે. તેમણે કહ્યું, 'આઝાદી પછી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અત્યાર સુધીની સૌથી વધુ મતદાન ટકાવારી નોંધાઈ છે. ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરેક મતદારને સલામ કરે છે.'
તગડું વોટિંગ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે 'આ SIRના વિરોધમાં મતદાન છે, TMC જીતી રહી છે, મને પદમાં કોઈ રસ નથી, મારે ખુરશી નથી જોઈતી બસ હું દિલ્હીમાં ભાજપ સરકારનો અંત ઇચ્છું છું'
તમિલનાડુમાં 84.41 ટકા અને પશ્ચિમ બંગાળમાં 91.46 ટકા સરેરાશ મતદાન
સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (VTR) મુજબ, તમિલનાડુમાં અંદાજે 84.41 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે 91.46 ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.
પશ્ચિમ બંગાળમાં કયા વર્ષમાં કેટલું મતદાન થયું હતું?
• 2011: 84.72%
• 2016: 83.02%
• 2021: 82.30%
• 2026: 91.46% (પ્રથમ તબક્કાનું)
સાંજે 5 વાગ્યા સુધીમાં બમ્પર મતદાન
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રૅકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ DMKની આગેવાની હેઠળના ઇન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.
આમ આદમી પાર્ટીના સંયોજનક અરવિંદ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં TMCનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ 26-27 એપ્રિલના રોજ TMC માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.
Related Articles
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી ભાજપના પૂર્વ ધારાસભ્યની કરી હત્યા
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી...
Oct 12, 2026
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના નેતાઓ વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અટકાયતમાં લેવાયા
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના ન...
Oct 10, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની કૂચ, 'લોકશાહી બચાવો'ના નારા લાગ્યા
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા...
Oct 06, 2026
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની...
Jul 27, 2026
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈ...
May 23, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, ગ્રામ્યમાં ભારે ઉત્સાહ
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં...
Apr 28, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026