30 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠી રામનગરી અયોધ્યા
November 08, 2026
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયુ નદીના તટ પર ભવ્ય આરતી કરી
અયોધ્યા : અયોધ્યામાં 7 નવેમ્બર 2026 ના રોજ 10 માં ભવ્ય દીપોત્સવની શરૂઆત થઈ છે. સરયું નદીના કિનારે આવેલા 56 ઘાટો પર આશરે 30 લાખ દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે, જેનાથી રામ કી પૈડી અને સમગ્ર અયોધ્યા નગરી રોશનીથી જગમગી ઉઠી છે. આ અલૌકિક ઉત્સવને નિહાળવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાજરી આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરયુ નદીના તટ પર ભવ્ય આરતી કરી હતી અને રામલલ્લાના દર્શન કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં રામ મંદિર સમગ્ર હિન્દુ સમાજના આત્મસન્માનનું પ્રતીક બની ગયું છે. અયોધ્યામાં દીપોત્સવના આયોજનને ધ્યાનમાં રાખીને સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
સમગ્ર આયોજન ક્ષેત્રને 20 ઝોન અને 53 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. સુરક્ષા માટે આશરે 6,000 પોલીસકર્મીઓ, PAC ની 9 કંપનીઓ, RAF ની 3 કંપનીઓ તેમજ ATS ની કમાન્ડો ટીમો તૈનાત કરવામાં આવી છે. સરયુ નદી પર NDRF અને SDRF ની ટીમો પણ તૈનાત છે. ઓસ્ટ્રેલિયા અને મલેશિયા સહિતના વિદેશી દેશોમાંથી પણ શ્રદ્ધાળુઓ અને વિદેશી નાગરિકો અયોધ્યાના આ ભવ્ય દીપોત્સવને નજીકથી નિહાળવા માટે વિશેષરૂપે અયોધ્યા પહોંચ્યા છે.
Related Articles
ષટકોણ યોગ બનતા આજથી 3 રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ, શુક્ર-ગુરુ કરશે ધનવર્ષા!
ષટકોણ યોગ બનતા આજથી 3 રાશિના જાતકોનો ગોલ...
Nov 28, 2026
દિવાળી બાદ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, આ તારીખથી પૈસા નહીં ખૂટે! આર્થિક તંગી દૂર થશે
દિવાળી બાદ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, આ તાર...
Nov 04, 2026
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગ...
Oct 10, 2026
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
Trending NEWS
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026