સંસદના વિશેષ સત્રમાં સીમાંકન બિલ રજૂ થશે: લોકસભા-વિધાનસભા બેઠકો 50 ટકા વધશે, લોકસભામાં 850 સભ્યો થશે
November 28, 2026
30 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સંસદના ચાર દિવસીય વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર 'સીમાંકન (દ્વિતીય) બિલ, 2026' અને સંબંધિત બંધારણીય સુધારા બિલ રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ જાહેર કરાયેલા મુસદ્દા મુજબ, દરેક રાજ્યની લોકસભા અને વિધાનસભા બેઠકોમાં 50 ટકાનો સમાન વધારો કરાશે, જેનાથી લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 850 સુધી પહોંચશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવાનો છે.
બિલ પસાર થતાં જ કેન્દ્ર સરકાર ત્રણ સભ્યોનું સીમાંકન પંચ રચશે, જેના નિર્ણયો બહુમતીથી લેવાશે. તેમાં કેન્દ્ર દ્વારા નિયુક્ત સુપ્રીમ કોર્ટના વર્તમાન કે નિવૃત્ત જજ અધ્યક્ષ હશે, જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અથવા તેમણે નિયુક્ત કરેલા ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્યના ચૂંટણી કમિશનર (મેઘાલય અને નાગાલેન્ડમાં રાજ્યપાલ દ્વારા નિયુક્ત વ્યક્તિ) સભ્ય રહેશે. વધુમાં, દરેક રાજ્ય માટે લોકસભા અધ્યક્ષ 5 સાંસદો અને વિધાનસભા અધ્યક્ષ 5 ધારાસભ્યોને સહયોગી સભ્ય તરીકે નિયુક્ત કરશે, જેમને મતદાનનો અધિકાર નહીં હોય પણ તેમનો અસંમત મત પ્રકાશિત કરી શકાશે. પંચનો કાર્યકાળ કેન્દ્ર સરકાર જાહેરનામા દ્વારા નક્કી કરશે અને જરૂર મુજબ લંબાવી શકાશે.
નવા નિયમો મુજબ, કાયદો અમલમાં આવે ત્યારે પ્રકાશિત નવીનતમ વસ્તી ગણતરીના આંકડાને આધારે સીમાઓ નક્કી કરાશે. દરેક વિધાનસભા મતવિસ્તાર એક જ લોકસભા મતવિસ્તાર હેઠળ રહેશે અને ભૌગોલિક સ્થિતિ, વહીવટી સરહદો તથા સંપર્ક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સુવ્યવસ્થિત બનાવાશે, જ્યારે 1 લોકસભા બેઠક ધરાવતા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં 1 જ મતવિસ્તાર રહેશે. કયા રાજ્યમાં કેટલી એસસી, એસટી અને મહિલા બેઠકો અનામત રહેશે તે પંચ નક્કી કરશે. મહિલા અનામત બેઠકો પંચના નિર્ણય મુજબ રોટેટ થશે, જ્યારે એસસી-એસટી મહિલા બેઠકો તે જ વર્ગની અનામત બેઠકો વચ્ચે રોટેટ થશે.
બીજી તરફ, પંચને સાક્ષીઓને સમન્સ પાઠવવા તેમજ દસ્તાવેજો અને જાહેર રેકોર્ડ મંગાવવા સિવિલ કોર્ટ જેવી સત્તા મળશે. અંતિમ આદેશ પહેલાં દરેક રાજ્યમાં મુસદ્દો પ્રકાશિત કરી જનસુનાવણી કરાશે અને પંચના અંતિમ આદેશને કાયદાનો દરજ્જો મળશે, જેને કોઈ અદાલતમાં પડકારી શકાશે નહીં; ત્યારબાદ ચૂંટણી પંચ માત્ર લેખન ભૂલો સુધારી શકશે. વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના કબજા હેઠળનો વિસ્તાર મુક્ત થાય ત્યારે ત્યાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના મતવિસ્તારો નક્કી કરવા ભારતનું ચૂંટણી પંચ જ સીમાંકન પંચ તરીકે કામ કરશે. બિલ પસાર થયા બાદ પરંપરા મુજબ 50 ટકા રાજ્યોનું અનુમોદન પણ સાથે પૂર્ણ કરાશે.
Related Articles
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત! CBI અને ED તપાસનો હાઈકોર્ટનો આદેશ રદ કરાયો
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રા...
Nov 25, 2026
કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુધી આસ્થાનું ઘોડાપૂર : ગંગા-સરયુમાં 30 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી
કાર્તિક પૂર્ણિમાએ પ્રયાગરાજથી અયોધ્યા સુ...
Nov 25, 2026
વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રાહત: પ્રેક્ટિસ લાયસન્સની શરતમાં એનએમસીનો મહત્વનો સુધારો
વિદેશમાં એમબીબીએસ કરતા ભારતીય વિદ્યાર્થી...
Nov 25, 2026
અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટસ્ફોટ: એસઆઈટીએ 5 મહિનાની તપાસ બાદ 300 પેજનો અહેવાલ સોંપ્યો
અયોધ્યા બાદ બદ્રીનાથ ધામમાં દાનચોરીનો ઘટ...
Nov 25, 2026
ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી રોકવા ગ્રાહકો હવે સ્ટોપ સ્વિચથી પેમેન્ટ અટકાવી શકશે
ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી રોકવા ગ્રાહ...
Nov 24, 2026
પંજાબના રાજકારણમાં મોટો વળાંક: 6 વર્ષ બાદ ફરી એક થયા BJP અને અકાલી દળ
પંજાબના રાજકારણમાં મોટો વળાંક: 6 વર્ષ બા...
Nov 24, 2026
Trending NEWS
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
25 November, 2026
24 November, 2026
24 November, 2026
24 November, 2026