WWE સ્ટાર બ્રોનસન રીડનું 38 વર્ષની વયે નિધન, રિંગમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો

November 28, 2026

WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ)ની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ રેસલિંગ સ્ટાર બ્રોનસન રીડનું 38 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું અસલી નામ જર્મેન હેલી (Jermaine Haley) હતું. WWEએ શનિવારે સોશિયલ મીડિયા પર આની જાણકારી આપી હતી. રીડનું નિધન મેડિકલ જટિલતાઓ (Medical Complications)ને કારણે થયું છે.

WWEએ પોતાના નિવેદનમાં કહ્યું કે, અમને એ જણાવતા ઊંડું દુઃખ થઈ રહ્યું છે કે WWEમાં બ્રોનસન રીડના નામે ઓળખાતા જર્મેન હેલીનું આજે નિધન થઈ ગયું છે. પોસ્ટમાં તેમને શાનદાર વ્યક્તિત્વ ધરાવતા ઈન્સાન, પરિવાર પ્રત્યે સમર્પિત અને પોતાના સહયોગીઓના માનીતા જણાવ્યા. WWEએ તેમની પ્રેગ્નેન્ટ પત્ની પેગે, દીકરી, મિત્રો, સાથી કર્મચારીઓ અને ફેન્સ પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરી.

બ્રોનસન રીડનું નિધન એવા સમયે થયું છે, જ્યારે થોડા અઠવાડિયા પહેલાં જ તેઓ WWEના મોટા ઈવેન્ટ ક્રાઉન જ્વેલમાં જોવા મળ્યા હતા. 7 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયામાં થયેલા આ ઈવેન્ટ દરમિયાન તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાના સમાચાર આવ્યા હતા.

રીડનો આ ઈવેન્ટમાં કોઈ મુકાબલો નહોતો, પરંતુ તેઓ ટેગ ટીમ મેચ દરમિયાન સામેલ થયા હતા. આ મુકાબલામાં ધ વિઝન (The Vision) ના બ્રોન બ્રેકર અને ઑસ્ટિન થ્યોરીનો સામનો પેન્ટા અને જે'વોન ઈવાન્સ સાથે હતો.