આખી ઓસ્ટ્રેલિયન ટીમે બોલ ટેમ્પરિંગ કર્યું હતું...', ઉસ્માન ખ્વાઝાનો ધડાકો
November 08, 2026
મેલબોન ઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાઝાએ પોતાની આગામી પુસ્તક 'સબ્ર'માં વર્ષ 2018ના કુખ્યાત કેપટાઉન ટેસ્ટ વિવાદ એટલે કે 'સૅન્ડપેપરગેટ' કાંડને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. ખ્વાઝાએ સ્પષ્ટ કર્યું છે કે બોલ-ટેમ્પરિંગની આ ઘટના માત્ર બે-ત્રણ ખેલાડીઓની નહીં, પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન ટીમની ભૂલ હતી. આ મામલે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બેન્ક્રાફ્ટને એકલા જ બલિના બકરા બનાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની આખી ટીમ કોઈપણ સજા વગર બચી નીકળી હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખ્વાઝાએ જણાવ્યું હતું કે આ ત્રણ ખેલાડીઓએ છેલ્લા 8 વર્ષથી દુનિયાભરનો ગુસ્સો, ગાળો અને 'ચીટર'નું કલંક એકલાએ જ સહન કરવું પડ્યું છે, જે અત્યંત દુઃખદ છે. ખ્વાઝાએ ખુલાસો કર્યો હતો કે તેમણે વર્ષ 2018 અને 2021માં સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 2018માં કેપ્ટન સ્મિથે બધો દોષ પોતાના પર લઈ લીધો હતો અને 2021માં ઓસ્ટ્રેલિયન બોલિંગ જૂથે અજાણ હોવાનો દાવો કર્યો હતો, જેથી ટીમનું વાતાવરણ ન બગડે તે માટે તેઓ ચૂપ રહ્યા હતા. પુસ્તકના પ્રકાશન અને ટાઈમિંગને લઈને ઉઠતા સવાલોના જવાબમાં ખ્વાઝાએ સ્પષ્ટતા કરી હતી કે જો તેમને ફક્ત પુસ્તક જ વેચવું હોત તો તેઓ ઓસ્ટ્રેલિયાના તાજેતરના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જ તેને લોન્ચ કરી શકત. તેમણે પ્રવાસ પૂરો થવાની રાહ જોઈ જેથી ટીમનું ધ્યાન ન ભટકે. ખ્વાઝાએ સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ કોઈ પર દોષનો ટોપલો ઢોળવાનો નહીં, પરંતુ પોતાના ત્રણ મિત્રોને સાચો ન્યાય અપાવવાનો અને સતત છુપાયેલું સાચું લોક સમક્ષ લાવવાનો જ હતો.
Related Articles
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝીલેન્ડ સામે 4 રને જીત, પાંચ વનડે મેચની શ્રેણીમાં 2-0થી આગળ
વરસાદી વિધ્ન વચ્ચે DLS મુજબ ભારતની ન્યૂઝ...
Nov 07, 2026
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડોએ જાહેર કરી નિવૃત્તિ, ફૂટબોલના મહાન યુગનો અંત
23 વર્ષ, 234 મેચ અને 146 ગોલ... રોનાલ્ડો...
Nov 06, 2026
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો
30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્...
Oct 29, 2026
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો!
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીર...
Oct 28, 2026
અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્યૂઝીલેન્ડ સામે ભારતની 6 વિકેટે તોફાની જીત, સીરિઝ પર કબજો
અભિષેક શર્માના 113 રન, વૈભવના 45 રન, ન્ય...
Oct 27, 2026
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026