ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, ગ્રામ્યમાં ભારે ઉત્સાહ
April 28, 2026
ગુજરાતમાં 26મી એપ્રિલ 2026ના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી બાદ આજે એટલે કે 28મી એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને આગામી વિધાનસભા ચૂંટણીની સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતો સુધીનાં પરિણામો આજે સ્પષ્ટ થશે. નોંધનીય છે કે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે મહાનગરપાલિકાઓમાં 49.02, નગરપાલિકાઓમાં 59.50, નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં 55.38, જિલ્લા પંચાયતોમાં 61.69 અને તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતની કુલ 34 સંસ્થાઓના 1090 મતદાર મંડળોમાંથી 52 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 1038 બેઠકો માટે 3059 ઉમેદવારો મેદાનમાં હતા. બીજી તરફ, 260 તાલુકા પંચાયતોના કુલ 5234 મતદાર મંડળોમાં 2 બેઠકો બિનહરીફ થઈ હતી અને 2 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયાં નહોતાં. આથી તાલુકા પંચાયતની 4976 બેઠકો માટે 13,871 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ આજે જાહેર થશે. બગસરા અને હળવદમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં રસાકસી વધવાની શક્યતા છે.
Related Articles
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી ભાજપના પૂર્વ ધારાસભ્યની કરી હત્યા
70થી 80 લોકોએ દંડા-પથ્થરો વડે હુમલો કરી...
Oct 12, 2026
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના નેતાઓ વિમાનમાંથી ઉતરે એ પહેલા જ અટકાયતમાં લેવાયા
ધ્રૂવ રાઠી બાદ અભિજિત દીપકે સહિત CJPના ન...
Oct 10, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચૂંટણી પંચ સુધી વિપક્ષની કૂચ, 'લોકશાહી બચાવો'ના નારા લાગ્યા
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા...
Oct 06, 2026
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય
ફરી આંદોલન કરીશું: કોકરોચ જનતા પાર્ટીની...
Jul 27, 2026
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈ...
May 23, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદા...
Apr 24, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026