'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
September 24, 2026
બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના તટ સાથે મોડી રાત્રે 11થી 1 વાગ્યાની વચ્ચે ટકરાયું હતું. આ વાવાઝોડાની અસરના કારણે બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઓડિશામાં સુરક્ષાના ભાગરૂપે આશરે 5000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણી જિલ્લાઓમાં 4થી વધુ પુલ અને રસ્તાઓ ધોવાઈ ગયા છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કલિગપટ્ટનમ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. વિજયવાડામાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરની ઘણી શાળાઓમાં સતત બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ છેલ્લા 6 કલાકમાં 3 કિમી પ્રતિ કલાકની ગતિએ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જેમાં દાર્જિલિંગ અને કલિમપોંગમાં ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આગામી સમયમાં દેશના ઘણા ભાગોમાં હવામાનનો મિજાજ બદલાવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા વિવિધ રાજ્યો માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ ઍલર્ટ: ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારે વરસાદ કે ખરાબ હવામાનની સંભાવનાને કારણે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે
ઓરેંજ ઍલર્ટ: બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું જોખમ હોવાથી ઓરેંજ ઍલર્ટ જાહેર કરાયું છે.
યલો ઍલર્ટ: ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય અને કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા સાવચેતીના ભાગરૂપે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026