સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
November 08, 2026
દિલ્હી: હરિયાણાના ફરીદાબાદમાં સેક્ટર ૨૧-સીમાં બે દિવસ પહેલા ધનતેરસની રાત્રે પાર્કિંગમાં ગાડી ઊભી કરવાના વિવાદનેલઈને થયેલા વિવાદમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ પરમજીત ધનકડ તરીકે થઈ છે. તે બે દિવસ પહેલા જ સિંગાપોરથી ભારત આવ્યો હતો.
આ બનાવ પછી આરોપી કુટુંબ સાથે ફરાર થઈ ગયો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર ૩૦ની ટીમે આરોપીની ધરપકડ કરી છે. આરોપ છે કે પડોશમાં રહેતા મોહન ઉર્ફે મોનુ શર્માએ પોતાના લાઇસન્સવાળી પિસ્તોલથી લગભગ ૧૫થી ૧૬ રાઉન્ડ ફાયરિંગ કરી. તેમાથી ૮થી ૯ ગોળી પરમજીતને લાગી. તેનાથી તેનું મોત થતાં આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પરમજીત પહેલા માળે તેની પત્ની, બાળક અને પુત્રી સાથે રહેતો હતો. તે મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત હતો અને કામને લઈને સિંગાપોર જ રહેતો હતો. બે દિવસ પહેલા ભાણિયાના લગ્નમાં હાજર થવા તે ફરીદાબાદ પરત ફર્યો હતો. ૨૪ નવેમ્બરે તેના ભાણિયાના લગ્ન હતા. પરમજીત મૂળ હિસારનો રહેવાસી હતો.
આ અંગે કહેવાય છે કે લગભગ રાત્રે આઠ વાગે પરમજીત જિમ કરી ઘરે પરત ફર્યા હતા. આ દરમિયાન પાર્કિંગને લઈને ત્રીજા માળ પર રહેતા મોહન ઉર્ફે મોનુ શર્મા સાથે તેનો વિવાદ થયો. આરોપ છે કે વિવાદ વધવા પર મોનુએ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધી. પોલીસના જણાવ્યા મુજબ બંને કુટુંબ વચ્ચે પહેલા વિવાદ થતો રહેતો હતો.
Related Articles
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
Trending NEWS
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026
02 November, 2026