પુરાના કિલ્લામાં પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમ શરૂ, મોદી બોલ્યા: સાંસ્કૃતિક જોડાણ શાંતિની સૌથી મજબૂત ખાતરી
November 21, 2026
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઐતિહાસિક પુરાના કિલ્લા ખાતે પ્રથમ શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દિવસના ફોરમમાં SCO દેશોના વિદ્વાનો, નિષ્ણાતો અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓ સહિયારા સાંસ્કૃતિક વારસા પર ચર્ચા કરશે. 2025માં ચીનના તિયાનજિનની SCO સમિટમાં મોદીએ આપેલા પ્રસ્તાવ બાદ આ પહેલ થઈ છે.
ફોરમને સંબોધતાં મોદીએ પ્રતિનિધિઓનું સ્વાગત કરીને કહ્યું હતું કે ભારતમાં આ પ્રકારનું પહેલું ફોરમ છે. તેમણે કહ્યું કે વિશ્વમાં યુદ્ધ અને અશાંતિની ચર્ચા વચ્ચે ભારત સભ્યતાના જોડાણ પર સંવાદ કરી રહ્યું છે, કારણ કે સાંસ્કૃતિક જોડાણ શાંતિની સૌથી મજબૂત ખાતરી છે.
બીજી તરફ, 20 નવેમ્બરે દિલ્હી પહોંચેલા પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ પ્રધાન મુસાદિક મસૂદ મલિકે ભારતમાં આવતાં જ સરહદપારના આતંકવાદ અંગેના પત્રકારોના તીખા સવાલોના અસ્પષ્ટ અને ગોળગોળ જવાબ આપ્યા હતા. ગયા વર્ષના યુદ્ધ પછી પહેલી વાર પાકિસ્તાની પ્રધાન ભારત આવ્યા છે. ભારતની ચિંતાઓ અંગે સીધો સવાલ પુછાતાં મલિકે કહ્યું હતું, "મને લાગે છે કે આવતી કાલે હું મારું નિવેદન આપું ત્યાર બાદ આપણે ઘણી વાતચીત કરીશું."
સુરક્ષા અને આતંકવાદના મુદ્દાને સીધો સંબોધવાને બદલે મલિકે વાતને ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વિવિધતા તરફ વાળી હતી. તેમણે ફોરમને બહુપક્ષીય સંવાદની તક ગણાવી અને સંસ્કૃતિ તથા સભ્યતા સરહદો પાર કરે છે, એવી અસ્પષ્ટ ટિપ્પણી કરી હતી. તંગ સંબંધો અને આ મુલાકાત સામે ભારતમાં ઊભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે મલિકના વલણે ધ્યાન ખેંચ્યું છે.
Related Articles
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ધુમ્મસને કારણે પિકઅપ સાથે એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્...
Nov 21, 2026
મુંબઈના કુર્લામાં ઉદ્યાનમાં ફોટો પડાવતા યુવક-યુવતી સાથે સગીરોની છેડતી અને મારામારી, 8ની અટકાયત
મુંબઈના કુર્લામાં ઉદ્યાનમાં ફોટો પડાવતા...
Nov 21, 2026
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકારી કારણ બતાવો નોટિસ
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકાર...
Nov 20, 2026
આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું 'અકવાન' વાવાઝોડું, 90 KMની ઝડપે પવન ફૂંકાયો
આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું 'અકવ...
Nov 20, 2026
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને ફટકો, 31માંથી 21 બેઠકો પર કોંગ્રેસની જીત
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને...
Nov 20, 2026
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ જવાની પરવાનગી નહીં
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિ...
Nov 20, 2026
Trending NEWS
20 November, 2026
20 November, 2026
19 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026