કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
September 18, 2026
કોઈ બહારની વ્યક્તિ સૂચના ન આપી શકે: કેનેડાનો વળતો પ્રહાર
ટોરોન્ટો ઃ અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલો રાજદ્વારી વિવાદ હવે વૈશ્વિક વળાંક લઈ રહ્યો છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની જીદ અને બંને દેશો વચ્ચે વધતી કડવાશ વચ્ચે યુરોપિયન યુનિયને કેનેડાને પોતાનો પ્રથમ સહયોગી સભ્ય બનવાની ઓફર આપી છે. આ પગલાથી નારાજ થઈને અમેરિકી પ્રમુખે યુરોપ પર ભારે ટેરિફ લાદવાની અને વેપાર અટકાવી દેવાની ખુલ્લી ધમકી આપી છે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે કેનેડા ઈયુનું પ્રથમ એસોસિએટ સભ્ય બને. અમેરિકા સાથે વધી રહેલા આર્થિક અને વેપારી તણાવ વચ્ચે અર્થતંત્રોને મજબૂત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ ખાતે યોજાયેલા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન દરમિયાન કેનેડિયન વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈના પર પ્રભુત્વ મેળવવા નથી માંગતા પરંતુ પોતાની આત્મનિર્ભરતા મજબૂત કરી રહ્યા છે જેથી કોઈ તેમના બજારો પર નિયંત્રણ ન કરી શકે. યુરોપિયન યુનિયનની આ જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રોષે ભરાયા છે. તેમણે આ પ્રસ્તાવને દુશ્મનાવટભર્યું પગલું ગણાવતા કહ્યું છે કે જો આ નિર્ણય ખોટી ભાવના સાથે લેવાયો હશે તો તેઓ યુરોપ પર ખૂબ જ ઊંચા ટેરિફ લાદશે. આ સાથે જ તેમણે ઘણી વસ્તુઓનો વેપાર સંપૂર્ણપણે અટકાવી દેવાની પણ ચેતવણી આપી છે. આ તરફ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પની દાદાગીરી સામે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તમામ કેનેડિયન નાગરિકો આ બાબતે સંપૂર્ણપણે એકજૂથ છે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ બહારની વ્યક્તિ તેમને કઈ ભાષા બોલવી, તેમની સંસ્કૃતિ કેવી રાખવી કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોની સાથે સંબંધો અને કરારો કરવા તે બાબતે સૂચના કે આદેશ આપી શકે નહીં.
Related Articles
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026