ઉદ્યોગપતિઓ પર PM મોદીએ કરેલો કટાક્ષ એ આરોપો નહીં, કબૂલાતનામું છેઃ રાહુલ ગાંધી
November 20, 2026
દિલ્હીઃ નવી દિલ્હીમાં ગુરુવારે યોજાયેલા FICCI ના વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગારી સર્જન અને પગાર વધારા અંગે ઉદ્યોગગૃહો સામે સવાલ ઉઠાવ્યા હતા. PM મોદીએ જણાવ્યું હતું કે ‘સરકારે વેપાર-ધંધા માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા અનેક પગલાં લીધા છે, જેમાં 2014 માં 30% રહેલા બેઝિક કોર્પોરેટ ટેક્સને ઘટાડીને 22% કરવો, રિટર્ન અને રિફંડ પ્રક્રિયા સરળ બનાવવી તથા અનેક ચીજો પર GST દર ઘટાડવાનો સમાવેશ થાય છે. ત્યાર પછી વડાપ્રધાને ઉદ્યોગપતિઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, પરંતુ ઉદ્યોગ ગૃહોએ ના તો રોજગારી સર્જન કરી, ના તો પગાર વધાર્યા.’ આ અંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ઉદ્યોગપતિઓ પર PM મોદીએ કરેલા કટાક્ષ એ આરોપો નહીં, કબૂલાતનામું છે.
આ દરમિયાન ઉદ્યોગપતિઓ પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મને ખબર છે કે સભામાં તાળીઓ નહીં પડે, કારણ કે અમુક લોકોની ભૂખ એટલી મોટી છે કે ગમે તેટલું આપવામાં આવે તો પણ પેટ ભરાતું નથી. વાર્ષિક રૂ. 12 લાખ સુધીની આવક પર ઈન્કમ ટેક્સમાં રાહત આપીને લોકોની ખરીદશક્તિ વધારવાનો પણ પ્રયાસ કરાયો છે. તો પણ શું કર્મચારીઓના પગાર વધ્યા? શું કર્મચારીઓની સંખ્યા વધી? (એટલે કે રોજગારી સર્જન થયું?) મારા મતે ઘણીવાર એવું વલણ જોવા મળે છે કે ‘મોદીજી તમે કરો, અમે જોઈ લઈશું.’
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીના સ્વદેશી સંદેશનો ઉલ્લેખ કરીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, કરદાતાઓને આદર આપવાની જૂની નીતિ પણ યાદ કરી હતી
Related Articles
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકારી કારણ બતાવો નોટિસ
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકાર...
Nov 20, 2026
આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું 'અકવાન' વાવાઝોડું, 90 KMની ઝડપે પવન ફૂંકાયો
આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું 'અકવ...
Nov 20, 2026
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને ફટકો, 31માંથી 21 બેઠકો પર કોંગ્રેસની જીત
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને...
Nov 20, 2026
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ જવાની પરવાનગી નહીં
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિ...
Nov 20, 2026
અમેરિકન કોર્ટનો NSA અજિત ડોભાલને સમન્સ પાઠવવાનો આદેશ
અમેરિકન કોર્ટનો NSA અજિત ડોભાલને સમન્સ પ...
Nov 20, 2026
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દ...
Nov 18, 2026
Trending NEWS
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026